Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

વિંછીયાના ઓરી ગામના ઉનડ ખાચરની દેશી બંદુક સાથે ધરપકડ

રાજકોટ, તા. ૧૧ :. વિંછીયાના ઓરી ગામના કાઠી શખ્સને દેશી બંદુક સાથે પોલીસે ઝડપી લીધો હતો.

વિંછીયાના એએસઆઈ જેઠાભાઈ ટમાળીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે ઓરી-રેવાણીયાવાળા કાચા રસ્તે ગેરકાયદેસર દેશી બંદુક સાથે નિકળેલ ઉનડ ઉર્ફે આપાભાઈ સામતભાઈ ખાચર રહે. ઓરી તા. વિંછીયા મૂળ રહે. સુદામડા તા. સાયલાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:55 am IST)