Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

૧૯મીએ કુંડળધામમાં વિશ્વ વિક્રમના દ્વારે ટકોરા : ૭૦૦૦ ઘનશ્યામ દર્શન

જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી સર્જાશે અનેરૂ અક્ષરધામ

રાજકોટ તા. ૧૧ : બોટાદ જિલ્લામાં બરવાળા પાસે આવેલ સુપ્રસિધ્ધ કુંડળધામ સ્વામિનારાયણ મંદિર ખાતે તા. ૧૯મીઍ રવિવારે વિશ્વ વિક્રમ સર્જાય શકે તેવો ધાર્મિક કાર્યક્રમ ‘ઘનશ્યામ દર્શન’ યોજાનાર છે. આ કાર્યક્રમનો અહેવાલ વિશ્વ વિક્રમ જાહેર કરવા માટે ગિનીશ બુકને મોકલવામાં આવશે.

કુંડળધામના શ્રી અલૌકિક સ્વામીના જણાવ્યા મુજબ સંસ્થાના વડા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી હરિભકતોના ઘરેથી આવેલા આશરે ૭ હજાર ઘનશ્યામ મહારાજ (સ્વામિનારાયણ ભગવાનની બાળ સ્વરૂપની મૂર્તિ)ના એક સાથે દર્શન થશે. રાજ્યભરમાંથી ૧૭૦ ગામોના ઘરે-ઘરેથી આવેલી મૂર્તિઓનું સામુહિક પૂજન કરવામાં આવશે. મૂર્તિઓ ૨૭ વર્તુળોમાં ગોઠવાશે. દરેક શણગાર વૈવિધ્યસભર હશે. ગુરૂજી અને અન્ય સંતો આશિર્વાદ આપશે. ઘનશ્યામ દર્શનનો આવો કાર્યક્રમ પ્રથમ વખત યોજાઇ રહ્યા હોવાથી વિશ્વ વિક્રમ સ્થપાવાની આશા છે. ઘનશ્યામ દર્શનનો લાભ લેવા સૌ હરિભક્તોને સંતોએ નિમંત્રણ આપેલ છે. કાર્યક્રમ કુંડળધામની શ્રીજી વાડીમાં તા. ૧૯મીએ સવારે ૮.૩૦ થી ૧૧ વાગ્યા સુધી યોજાશે. વધુ માહિતી માટે મો. ૯૬૦૧૨ ૯૦૦૧૫ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(1:26 pm IST)