Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ગોંડલ પંથકની સગીરાના બળાત્કાર કેસમાં મુખ્ય આરોપી પીડીતાની માતા સહિત ત્રણને ૧૦ વર્ષની સજા ફટકારતી કોર્ટ

સગીરાની સગી માતાની મદદથી આરોપીએ દુષ્કૃત્ય આચરેલ હતું: સરકારી વકીલ ડોબરીયાની રજૂઆત

રાજકોટ તા. ૧૧:  અત્રે ૧૬ વર્ષની સગીરા ઉંપર બળાત્કાર ગુજારનાર (૧) તોલીયા ઉંર્ફે તોરસીંગ (શંકર) તથા તેને મદદ કરનાર સગીરાની સગી માતા (ર) કાજલબેન રમેશભાઇ ગાયજન તથા અન્ય આરોપી (૩) નાથાભાઇ ભીખાભાઇ ભાસ્કરને દસ વર્ષ કેદની સજા  ગોંડલની સેશન્સ અદાલતે ફરમાવી છે.
આ કેસની ટૂંકી હકિકત એવી છે કે રાજકોટ શહેરના ગોંડલ તાલુકાના પાટખીલોરી વિસ્તારમાં રહેતી સગીરાને ત્યાં આવતો આરોપી તોલીયા ઉંર્ફે તોરસીગ (શંકર) નામનો વ્યકિત સગીરાના ઘરે આવતો હોય અને સગીરાની માતા કાજલબેન રમેશભાઇ ગાયજન તથા અન્ય આરોપી નાથાભાઇ ભીખાભાઇ ભાસ્કરની મદદગારીથી આરોપી તોલીયા ઉંર્ફે તોરસીંગ (શંકર) સગીરા સાથે અવારનવાર શરીર સબંધ બાંધેલ અને જેને કારણે સગીરા ગર્ભવતી થયેલ અને એક પુત્રનો જન્મનો આપેલ.
આ અંગે વિગતવારની ફરીયાદ સગીરાએ તેની સાથે દુષ્કર્મ કરનાર તોલીયા ઉંર્ફે તોરસીંગ (શંકર) સામે આપેલ અને સગીરાની માતા કાજલબેન રમેશભાઇએ તથા નાથાભાઇ ભીખાભાઇએ મદદગારી કરેલ તેવી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા આરોપીઓ સામે પોસ્કો એકટની કલમ પ૮ જે, તથા ૧૬, ૧૭ તેમજ આઇપીસી કલમ ૩૭૬ વિગેરેની દાખલ થયેલ હતી.
ત્યારબાદ પોલીસ દ્વારા સગીરાની માતા તથા મદદ કરનાર તેમજ સગીરા સાથે દુષ્કર્મ કરનાર તોલીયા ઉંર્ફે તોરસીંગ (શંકર) ની ધરપકડ કરવામાં આવેલ. અને કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું.
ઉંપરોકત કેસ પોકસો અદાલતમાં કેસ પુરાવા ઉંપર આવતા સરકારી વકીલ શ્રી ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા સરકારશ્રી તરફે દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલ તથા કુલ ર૦ સાહેદોને તપાસવામાં આવેલ અને પુરાવા રેકર્ડ ઉંપર લેવામાં આવેલ અને ભોગ બનનારની જૂબાની તથા અન્ય સાહેદોની જુબાની ધ્યાને રાખી તેમજ સરકારી વકીલશ્રી ઘનશ્યામ કે. ડોબરીયા ની દલીલો ધ્યાને રાખી આરોપીઓ (૧) તોલીયા ઉંર્ફે તોરસીંગ (શંકર) (ર) કાજલબેન રમેશભાઇ ગાજન (૩) નાથાભાઇ ભીખાભાઇ ભાસ્કર આરોપીઓને પોસ્કો એકટની કલમ પ૮ જે, તથા ૧૬, ૧૭ તેમજ આઇપીસી કલમ ૩૭૬ વિગેરેના ગુન્હામાં તકસીરવાન ઠરાવી સેશન્સ જજ શ્રી વી. કે. પાઠકે દસ વર્ષની કેદની સજા ફરમાવેલ છે.
આ કામમાં સરકાર તરફે ગોંડલના સરકારી વકીલ શ્રી ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલા હતાં. (પ-૧૧)

 

(11:01 am IST)