Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

વાંકાનેરના તીથવામાં શ્રી સ્વયંભુ ભંગેશ્વર મહાદેવ મંદિરે સેવાકાર્યોનો ધમધમાટ

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર,તા. ૧૧: વાંકાનેરથી દસ કિલોમીટર દૂર વાંકાનેર તાલુકાના 'તીથવા' મા આવેલ પાંડવો વખતથી આવેલ ઐતિહાાસિક પાંચ હજાર વર્ષ પુરાણું પૌરાણિક મંદિર 'શ્રી સ્વયંભુ શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિર'આ વિસ્તારમા વિખ્યાત છે જયાં શ્રી ભંગેશ્વર મહાદેવદાદા જેં સ્વયંમ સ્વયંભુ છે અને બાજુમાં શ્રી રામ, લક્ષમણ, જાનકી, અને શ્રી હનુમાનજી મહારાજ બિરાજે છે તેમજ આ જગ્યામા 'શ્રી ભીમેં' આવીને શ્રી ભીમેશ્વર મહાદેવની સ્થાપના કરેલ. આ જગ્યાના હાલના મહંત શ્રી હરિદાસબાપુ તેમજ આ મંદિરના અનન્ય સેવક અને દાતા તથા પ્રમુખશ્રી હંસરાજબાપાના માર્ગદર્શન હેઠળ અનેક ધાર્મિક, સામાજિક, ધૂન , કીર્તન, કેમ્પ જેવા આયોજન થતા જ઼ રહે છે. આવતીકાલે તા.૧૧ / ૧૦ / ૨૧ નેં શનિવારના રોજ સવાર ના ૯ થી સાંજ સુધી 'એકસયુંપ્રેસર (ફ્રી સારવાર નિદાન કેમ્પ)નુ આયોજન કરવામાં આવેલ છે જેમાં મોરબીના શ્રી મહાકાળી હેલ્થ કેરના ડો.પી.એન.પટેલ સેવા આપશે. આ કેમ્પ છેલ્લા બે શનિવાર થયા યોજાય છે વાંકાનેર, મોરબી ના આજુબાજુના લોકો ઘણા આવીને કેમ્પ નો લાભ લ્યે છે જેં કેમ્પ હવે શિયાળા દરમ્યાન દર શનિવાર ના યોજાશે. આ ઉપરાંત આગામી તા. ૧૩ / ૧૨ / ૨૧નેં સોમવાર હોય જેં શ્રી ઉમાં ભંગેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી તેમજ આ મંદિર મા કાયમ માટે જેમનો તન, મન અને ધનથી પુરેપૂરો સહયોગ આપે છે એવા માનનીય શ્રી હંસરાજબાપાનો ૧૩ મી તારીખે જન્મદિવસ આવે છે, એટલે તા, ૧૩ મીના રોજ સવારે શ્રી ભંગેશ્વર મહાદેવનુ વિશેષ પૂજન અર્ચન અને સવાર ના નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યાં સુધી, 'મોરબીની પ્રસિદ્ઘ લીલા લહેર ધૂન મંડળ'ના ભાવિકો દ્વારા 'ધૂન, ભકિતગીતો, ભજન, સકીર્તન અનેરા સંગીતની શેલી સાથે યોજાય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે શ્રી હંસરાજબાપાની જન્મદિવસની તા.૧૩ છે એટલે દર મહિનાની (૧૩ મી તારીખે) શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરમા મોરબીના લીલા લહેરની ધૂન સકીર્તન નો ભવ્ય કાર્યક્રમ યોજાય છે. આ ઉપરાંત દર મહિનાના પહેલા શનિવારના મોરબીના પ્રસિદ્ઘ ધૂન મંડળ 'શ્રી બજરંગ ધૂન મંડળ' દ્વારા સવારના નવ વાગ્યાથી સાંજના સાત વાગ્યાં સુધી ધૂન, સકીર્તન, ભજન નો કાર્યક્રમ કાયમ દર મહિનાના પ્રથમ શનિવારના યોજાય છે આ ઉપરાંત દર 'પૂનમ'ના મોરબી ના 'સીતારામ ધૂન મંડળ 'ના ભાવિક ભકતજનો આવીને ધૂન, સકીર્તન ની રંગત જમાવે છે. અને આ ઉપરાંત કોઈ ધૂન મંડળ નેં શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિર આવીને ધૂન કરવાનું મન થાય તો દરેક ધૂન મંડળ શ્રી હંસરાજબાપા હાલપરાના મોબાઈલ ઉપર લખાવી શકશે મોં ૭૦૧૬૪ ૯૦૫૩૦ ઉપર કોન્ટેક કરવો, વિશેષમા ઉમાં ભંગેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હંસરાજબાપાએ કહેલ કે આ જગ્યામા બહારગામથી આવતા ભાવિકો માટે સવારે એક ટાઈમ બપોરના મહા પ્રસાદ ચાલુ છે બપોરના 'અન્નક્ષેત્ર' ચાલુ છે તેમજ આ જગ્યાના મહંત પૂ.શ્રી હરિદાસબાપુએ કહેલ કે મારા ગુરૂદેવશ્રી બ્રહ્મલિન મહંત શ્રી દયાળદાસબાપુ એ આ તપોભૂમિમા (૫૦ વર્ષ) ભજન તપ અને સાધના કરેલ હતી અને સેવા અને ધર્મની ધૂણી ધખાવી હતી.

શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિર ના પ્રમુખ શ્રી હંસરાજબાપા એ કહેલ ક્રોવિડ ૧૯ના નીતિ નિયમ અનુસાર જો પરિસ્થિતિ સારી હશે તો આ જગ્યામા શ્રી રામ નવમીથી શ્રી હનુમાન જયંતી સુધી 'શ્રી શિવ પુરાણ કથા'નુ દિવ્ય ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં વકતાઃ જાણીતા કથાકાર ડીડીયાવાળા અને હાલ રાજકોટના શાસ્ત્રી શ્રી જનકભાઈ મહેતા બિરાજી અનેરા સંગીતની શૈલી સાથે કથાનુ રસપાન કરાવશે હાલની પરિસ્થિતિમા કથા નક્કી કરેલ છે પરંતુ કોઈપણ કોરોનાની મહામારી આવે તો સરકારની ગાઈડલાઈન મુજબ કથાનુ આયોજન થાય એમ પ્રમુખ શ્રી હંસરાજબાપા હાલપરા તથા પ.પૂ.મહંત શ્રી હરિદાસબાપુ ની યાદીમાં જણાવાયું છે આવતીકાલે શનિવારના 'એકસયુપ્રેસર ફ્રી નિદાન સારવાર કેમ્પ નો લાભ લેવા તથા ૧૩ મી એ ધૂન સકીર્તનમા લાભ લેવા શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી હરિદાસબાપુ, પ્રમુખ શ્રી હંસરસજબાપા હાલપરા દ્વારા જણાવાયું છે. 

(10:29 am IST)