Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

બે દિ'માં ૬ દર્દી સાથે કચ્છમાં ઠંડી વચ્ચે કોરોનાનો ફૂંફાડો : માસ્ક માટે દંડ શરૂ

એકિટવ કેસ વધીને ૯ થયા : તંત્રએ માસ્ક માટે શરૂ કરી ઝુંબેશ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : કોરોના ફરી આવી રહ્યો છે. અત્યાર સુધી કોરોના ગયો એવું માનતા હો તો સાવધાન થઈ જજો. છેલ્લા બે દિ' માં ૩-૩ દર્દી સાથે કુલ ૬ કેસ દ્વારા કચ્છમાં કોરોનાએ ફરી દસ્તક આપી છે.

જિલ્લા આરોગ્ય તંત્રના આંકડા અનુસાર સત્તાવાર રીતે અત્યારે કચ્છમાં ૯ કેસ એકિટવ છે. જોકે, ફરી ઠંડીનું જોર પણ વધ્યું હોઈ લોકો સાવધ રહે તે જરૂરી છે.

બીજી બાજુ પ્રભારી સચિવ અને કલેકટર દ્વારા કોરોના સંદર્ભે યોજાતી સમીક્ષા બેઠકો પછી કોરોનાની ગાઈડ લાઈન લોકો પાળવામાં તકેદારી રાખે તે માટે સૂચનાઓ અપાઈ છે. ખાસ કરીને માસ્ક માટે ફરી દંડ ઝુંબેશ શરૂ થઈ છે.

પશ્ચિમ કચ્છ પોલીસે કોઠારા, વાયોર અને ભદ્રેશ્વર ગામે માસ્ક નહીં પહેરનાર ૫ જણા સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

(10:09 am IST)