Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ઉનાના પાલડી ગામે વિફરેલા ખૂંટ્યાએ એક વૃધ્ધાને શિંગડા મારી આંતરડા બહાર કાઢી મોતને ઘાટ ઉતાર્યા

ઘર નજીક ઘરકામ કરતા અચાનક રખડતો ખૂંટીયો આવી ચઢતા અને મહીલાને હડફેટે લીધી : શિંગડાનો વડે વારંવાર મારી પેટના આંતરડા કાઢી નાખ્યા: સમગ્ર ગામમાં ભારે અરેરાટી

ઉનાના પાલડી ગામે વિફરેલા ખૂંટ્યાએ એક વૃધ્ધાને શિંગડા મારી મારીને આંતરડા બહાર કાઢી મોતને ઘાટ ઉતારતા સમગ્ર ગામમાં ભારે અરેરાટી સર્જાયેલ હતી…

જાણવા મળતી વિગત મુજબ ઊનાના પાલડી ગામે વાસ વિસ્તારમાં રહેતા કરમણબેન વિરજીભાઇ બાબરીયા ઉ.વ.૬૫ નામની મહીલા પોતાના ઘર નજીક ઘરકામ કરી રહી હતી. અને અચાનક રખડતો ખૂંટીયો આવી ચઢતા અને મહીલાને હડફેટે લઇ લેતા શરીર પર શિંગડાનો વડે વારંવાર મારી પેટના આંતરડા કાઢી નાખ્યા હતા. અને વૃધ્ધ મહીલા તરફડીયા મારી મોત નિપજેલ.

આ ઘટના બનતા ગામના સરપંચ અને અન્ય લોકો દોડી આાવી આ વૃધ્ધાને ખૂંટ્યાના કબ્જા માંથી છોડાવવા સતત પ્રયત્ન કરી ખૂંટીયાએ લોકોના ટોળા પર પણ વિફરેલ અને બળકરી છૂટી જતાં લોકો ભયના ઓથારમાં આવી ગયા હતા. આ ઘટના વખતે ગામની અંદર આવેલ પ્રાથમિક શાળામાં બાળકોને છુટવાનો સમય થતા આંતક મચાવતા આ રેઢીયાળ ખૂંટીયા બાળકોને કોઇ ઇજા પહોચાડે નહી તેથી શાળામાં પણ બાળકોને સુરક્ષિત બેસાડી રાખી બંધ કરી દેવાયેલ હતી.

પાલડી ગામે બપોરના સમયે ખૂંટીયાના આંતકના કારણે વૃધ્ધાના મોતની વાત ફેલાતા ભારે શોક ફેલાયેલ અને આ વૃધ્ધાને તાત્કાલીક પીએમ માટે સરકારી હોસ્પીટલે ખસેડેલ હતી.

(11:08 pm IST)