Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

પોરબંદરમાં પોલીસ જાપ્તામાંથી નાસી ગયેલ નીલેશ ઉર્ફે કારૂ ગણતરીના કલાકોમાં ઝડપાયો

ભરણપોષણ કેસમાં ૭ માસથી : જેલની સજા ભોગવતો હતો : સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયેલ

પોરબંદર, તા. ૧૧:  ભરણપોષણ કેસમાં ૭ માસથી જેલ ભોગવતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસ જાપ્તામાંથી નાસી ગયેલ. નિલેશ ઉર્ફે કારુ નાનજી વાઘેલાને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડેલ છે.

કમલાબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ફસ્ટ ૧૧૩/૧૯ આઇ.પી.સી ક.૨૨૪, ૩૪૨ મુજબના આરોપી નીલેષ ઉફે કારૂ નાનજી વાધેલા રહે. મોટા કાજળીયારા તા.વંથલી જી.જુનાગઢ વાળો પોલીસ જપ્તામાંથી નાસી ગયેલ હોય જેને શોધી કાઢવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલ એ આપેલ સુચના અન્વયે તથા પોરબંદર શહેર નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.સી.કોઠીયા એ ખાસ ઝુંબેશ નું આયોજન કરેલ અને તેના ભાગ રૂપે કમલાબાગ પો.સ્ટે.ના પીઆઇ  એસ.એમ.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પો.સ્ટે. ના ડી-સ્ટાફ માણસો તપાસમાં હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ. ડી.કે.ઝાલાને બાતમીરાહે હકીકત મળેલ કે, ગુન્હાના કામે નાશી ગયેલ આરોપી જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મોટા ખડબા ગામે તેની બહેનના દ્યરે આવેલ હોવાની હકીકત મળતા તુરત જ ડી સ્ટાફના માણસો મોકલી ખરાઈ કરતાઙ્ગ ગુન્હાના કામનો નાસી ગયેલ આરોપી છે. નીલેષ ઉફે કારૂ નાનજી વાધેલા ઉવ.૩૬ રહે. મોટા કાજળીયારા મળી આવતા પોલીસે પકડી પાડેલ છે.

આરોપીને શોધી કાઢવામાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એસ.એમ.જાડેજા તથા સર્વલન્સ સ્કવોડ પો.સબ.ઇન્સ.શ્રી ડી.કે.ઝાલા તથા એ.એસ.આઇ વી.એસ.આગઠ તથા પો.હેડ કોન્સ. મહેશ રાજાભાઇ તથા પો.કોન્સ ભીમશી પરબતભાઇ તથા કનકસિંહ પરાક્રમસિંહ , વિરેન્દ્રસીંહ દશરથસીંહ તથા કૃણાલસીંહ પ્રવીણસીંહ વિગેરે સ્ટાફના માણસોએ કામગીરી કરેલ છે.

(1:11 pm IST)