Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ઉનામાં ૪ માસ બાદ ઝડપાયેલ દુષ્કર્મના આરોપી રોહિત ઉર્ફે હનીસીંગને ૧ દિ'ની રીમાન્ડ

ઉના, તા. ૧૧ :  ચાર માસ પહેલા સગીરા ઉપર દુષ્કર્મ કરીને નાસતા ફરતા આરોપીને પોલીસ પકડી પાડેલ છે. આરોપીની એક દિવસની રીમાન્ડ ઉપર મંજુર થઇ છે.

દેલવાડા રોડ ઉપર આવેલ સોસાયયટીમાં ગત ઓગસ્ટ-ર૦૧૯માં આરોપી રોહિત ઉર્ફે હનીસીંગ અનુભાઇ પરમાર (ઉ.વ.ર૩) રે. ખોડીયારનગર ઉના વાળો ગેરકાયદેસર ઘરમાં ઘુસી છરી બતાવી. સગીર દિકરી સાથે દુષ્કર્મ કરી ગાળો આપીલ મારી નાખવાની ધમકી આપી નાસી ગયાની ઉના પોલીસમાં માતાએ ફરીયાદ નોંધાવી હતી.

આરોપી નાસતો ફરતો હતો અને રાત્રીના ઉનાના પોલીસ ઇન્સ્પેકટર વિક્રમભાઇ ચૌધરીની સુચનાથી ડી-સ્ટાફ હેડ કોન્સ્ટેબલ એસ. કે. સોલંકી તથા પોલીસ ભીખુશા બચુસા, મેહુલસિંહ પ્રતાપસિંહ, વિજયભાઇ હાજીભાઇ, પ્રકાશભાઇ પુનાભાઇ, ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ, અભિજીતસિંહ, રાજેન્દ્રસિંહ નાઇટ પેટ્રોલીંગમાં હતા ત્યારે રોહિતભાઇ ઉર્ફે હનીસિંગ, અનુભાઇ પરમાર રે. ઉના વાળાને શહેરમાં ચાલતો જતો હતો ત્યારે તેને પકડી પાડી ઉના પોલીસ સ્ટેશને લાવી ધરપકડ કરી હતી. ૪ માસથી નાસતો ફરતો સગીરાના દુષ્કર્મના પોસ્કોના ગુનાનાં આરોપીને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખયો હતો આરોપીને આજે ઉના કોર્ટમાં રીમાન્ડ માટે રજૂ કરતા ૧ દિવસની રીમાન્ડ કોર્ટ આપી હતી.

(11:59 am IST)