Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મીઠાપુર ટાટા કેમ ડી એ વી પબ્લિક સ્કુલમાં સાતમા વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરાઇ

મીઠાપુર તા.૧૧ : દેવભુમી દ્વારકા જીલ્લાના મીઠાપુર શહેર ખાતે આવેલ ટાટા કેમ ડી એ વી પબ્લિક સ્કુલમાં તાજેતરમાં સાતમા વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરાઇ હતી. આ ઉજવણી બે તબકકામાં કરાઇ હતી.

સવારે ૮-૩૦ થી ૧૦-૩૦ સુધી નાના બાળકો દ્વારા મુખ્ય મહેમાન શ્રીમતી રજની કામથ, શ્રીમતી દિપાસિંહાની ઉપસ્થિતિમાં રમતગમત તથા એરોબિક એન્થમ પર નૃત્ય કરાયુ હતુ. ત્યારબાદ ઇનામ વિતરણ પણ વિજેતાઓને અપાયા હતા.

બપોરે ૩-૩૦ થી પ-૩૦ સુધી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા દોડ, રીલેકસ ૧૦૦ મી., ૨૦૦ મી. જેવી રમત ગમત યોજાઇ હતી આ તકે અતિથિ વિશેષ શ્રીમાન શ્રીમતી કામથ શ્રીમાન શ્રીમતી ચંચલસિંહ તથા મીઠાપુર હાઇસ્કુલના પ્રિન્સીપાલ નિરવ જોશી તથા તેમની પત્નિ સહિત ઉપસ્થિત રહી વિજેતાઓને ઇનામ આપેલ હતા. પ્રસંગ અનુરૂપ પોતાના વકતવ્યમાં રમતગમતનું આપણા જીવનમાં શું મહત્વ છે તથા તેમના કેટલા ફાયદા છે તે વિશે શ્રી કામથે ભાર આપ્યો હતો.

આ સમગ્ર આયોજનમાં ટાટા કેમ ડી એ વી પબ્લિક સ્કુલના પ્રિન્સીપાલ આર.કે.શર્માએ જહેમત ઉઠાવી હતી.

(12:41 pm IST)