Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ભાણવડના શિવા ગામે યુવતિનું અપહરણ કરીને દુષ્કર્મ

જીજ્ઞેશ લાખા રાવલીયાએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી

ખંભાળીયા તા. ૧૧ :.. ભાણવડ તાલુકાના શિવા ગામે રહેતી યુવતીનું ગામના જ શખ્સે લગ્નની લાલચ આપી અપહરણ કરી જઇ એકથી વધુ વખત શારિરીક સંબંધો બાંધી બળાત્કાર ગુજારી આ બાબતે કોઇને કહીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં યુવતીના પિતાએ શખ્સ વિરૂધ્ધ ભાણવડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ભાણવડ તાલુકાના શિવા ગામે રહેતં પરિવારની રર વર્ષીય પુત્રીને ગામમાં જ રહેતો જીજ્ઞેશ લાખા રાવલીયા નામનો શખ્સ યુવતીના ઘર પાસેથી મોટર સાયકલમાં બેસાડી લગ્નની લાલચ આપી અપહરણ કરી જઇ જુદી જુદી જગ્યાએ યુવતીની મરજી વિરુધ્ધ એકથી વધુ વખત શારીરિક સુખ માણી બળાત્કાર ગુજારી આ બાબતે કોઇને કહીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવના પગલે યુવતીના પિતાએ શખ્સ વિરૂધ્ધ ભાણવડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૭૬ (એન), ૩,૬૬,પ૦૬ (ર), મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઇ એચ. આર. હેરભા ચલાવી રહ્યા છે.

(11:45 am IST)