Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મોરબીમાં આગાઉ કરેલ અરજીનો ખાર રાખીને ચાર શખ્શોએ ગાળો આપી: જાનથી મારી નાખવાની ધમકી

આરોપીએ છરી બતાવી કહ્યું અરજીઓ કરતો નહિ નહીતર જાનથી મારી નાખીશ

 

મોરબીના ભીમરાવનગરમાં અગાઉ કરેલ અરજીનો ખાર રાખી ચાર શખ્સોએ બે શખ્સોને ગાળો આપી જ્ઞાતિપ્રત્યે હડધૂત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી વિગત મુજબમોરબીના ભીમરાવનગરમાં રહેતા દિનેશભાઈ બાબુભાઈ ચાવડા તથા લાત્તાવાસીઓને આરોપી અબુભાઈ ફતેમાંમદભાઈ મિયાણા, મુમતાજબેન, કાજલબેન અને મુક્તાબેન ઉર્ફે કાળીબેન ગગુભાઈ પંચોલી વિરુદ્ધ અગાઉ અરજી કરેલ હોય તે અરજીનો ખાર રાખી ચારેય આરોપીઓએ ફરિયાદી દિનેશભાઈ ચાવડાના રહેણાંક મકાન પાસે જઈને અમારા વિરુદ્ધ અરજી કરેલ હતી

તે અરજીમાં પોલીસે અમારું શું બગાડી લીધું તેમ કહી આરોપીઓએ ગાળો આપી ફરિયાદી દિનેશભાઈ ચાવડા તથા સાહેદોને ગાળો આપવાની નાં પાડતા આરોપી અબુભાઈ મિયાણાએ છરી બતાવી અમારી સામે અરજીઓ કરતો નહિ નહીતર જાનથી મારી નાખીશ

તેમ કહી ચારેય આરોપીઓ સાહેદ મુળજીભાઈ સોલંકીના ઘરે ગયેલ અને તેને પણ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

(1:27 am IST)
  • ભચાઉના કટારીયા રેલવે ફાટકના નાલામાં પડી જતા યુવાનનું મોત:લાકડીયાનાં મફતપરામાં રહેતા મહેન્દ્ર શંભુભાઈ વાણીયાનું મૃત્યુ:લાકડીયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી હાથ ધરી તપાસ access_time 1:22 am IST

  • નખત્રાણાના લુડબાય પાસે હોટલ પર દરોડો: એલસીબી દ્વારા ૨૧૦ લિ. ડિઝલ ઝડપાયું :હોટલના સંચાલકની પોલીસે કરી ધરપકડ: ૧૪,૭૦૦નો જથ્થો પોલીસે કર્યો કબ્જે : નરા પોલીસમાં નોંધાઈ ફોજદારી ફરિયાદ access_time 1:27 am IST

  • ગાંધીધામમાં ૨ દુકાનોમાંથી કરાઈ તસ્કરી:ભારતનગરમાં દુકાનોને બનાવાઈ નિશાન:અંદાજે ૨ લાખની તસ્કરી થયાનું અનુમાન:જનરલ સ્ટોર - મોબાઈલ શોપમાંથી ચોરી access_time 1:26 am IST