Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

પ્રોહીબીશનના ગુન્હામાં દોઢ વર્ષથી વોન્ટેડ આરોપી પ્રતાપસિંહ ગોહિલ પાલીતાણા ચોકડી પાસેથી ઝડપાયો

બાતમીના આધારે ભાવનગર એસઓજીએ દબોચી લીધો

ભાવનગર :પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ આરોપી પ્રતાપસિંહ ગોહિલને બાતમીના આધારે ભાવનગર એસઓજી દ્વારા પાલીતાણા ચોકડી પાસેથી ઝડપી લેવાયો છે

  તાજેતરમાં ગૃહ વિભાગ દ્રારા રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલએ ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફ નાસતા ફરતા આરોપીની માહીતી મેળવવા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

 આ દરમ્યાન સ્ટાફના પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહીલને મળેલ બાતમી આધારે તળાજા પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં-૪૧૮/૨૦૧૭  પ્રોહિ એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૯૮(૨), ૮૧ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પ્રતાપસિંહ ધનશ્યામસિંહ ગોહિલ (ઉ.વ.૪૬) (રહે,ઘરવાળા તા.ઉમરાળા જી.ભાવનગર)ને પાલીતાણા  ચોકડી પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ હેડકોન્સ. એ.વી.ગોહિલ તથા પોલીસ કોન્સ.પ્રદિપસિંહ ગોહિલ તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા રાજદિપસિંહ ગોહિલ તથા ડ્રા.પો.કોન્સ. પરેશભાઇ પટેલ જોડાયા હતા.

(11:25 pm IST)