Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

બિનખેતી જમીનના મહેસુલ વેરાની ગામ નમુનો - ર માં નોંધ કરવા ર૦ હજારની માંગણી કરનાર કાલાવડ પંથકના નવાગામના તલાટી મંત્રી દેવાયતભાઇ ભોળા સામે લાંચની માંગણીનો ગુનો દાખલ : હિમાંશુ દોશી ટીમને વધુ એક સફળતા સાંપડી

રાજકોટઃ બીનખેતી જમીનનો મહેસુલ વેરો ભરી ગામ નમુનો - ર માં  નોંધ કરી આપવાના અવેજ પેટે એક ફરીયાદી પાસેથી ર૦ હજારની લાંચ માગ્યાની ફરીયાદ રાજકોટ એસીબીના મદદનીશ નિયામક હિમાંશુ દોશી સમક્ષ થતા તેઓએ તાત્કાલીક   છટકુ ગોઠવી તપાસ બાદ લાંચની ડીમાન્ડનો ગુન્હો દાખલ કરવા સુચના આપી હતી. ઉકત સુચનાને આધારે જામનગરના  એસીબી પીઆઇ એન.કે.વ્યાસેે નવાગામ, તા. કાલાવડ, જિ.જામનગરના તલાટી મંત્રી દેવાયતભાઇ રામસીંહ ભાઇ ભોળા સામે ગુનો દાખલ કર્યો છે. આ બાબતે  દેવભુમી દ્વારકા એસીબી પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.એમ.ટાંક વિશેષ તપાસ ચલાવી રહ્યા છે.

(8:48 pm IST)