Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

વડિયાના લુણીધારથી આંકડિયા સુધીનો રોડ અતિ બિસ્માર મુસાફરોને પારાવાર મુશ્કેલી ગ્રામજનો આકરા પાણીએ

ચુંટણી ટાણે પરેશ ધાનાણીએ વચન આપેલુ કે ચુંટાઇ જઇશ તો આઠ દિવસમાં રસ્તો બનાવી દઇશઃ હવે અંર્તર્ધ્યાન થઇ ગયા

વડિયા, તા.૧૧: અમરેલી જીલ્લાના વડિયા તાલુકાના લુણીધાર થી મોટાઆકડીયા સુધીનો ૯ કી. મી.રસ્તો મગરમચ્છ ની પીઠસમાન છે રસ્તાને લઈને ધારાસભ્ય વિરુદ્ઘમાં લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે કે સાત-સાત વર્ષથી ડુંગરાળ જેવા રસ્તાની કોઈ જાતની તંત્ર દ્વારા ભાળ સંભાળ નથી લેવાઈ અને મતદાતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ચૂંટણી સમયે આપેલ વાયદા અને વચનો આપી ભૂલી વિશરી ગયેલા નેતાઓ આવજો પાછા મત લેવા માટે લુણીધાર ગામે અમો તમને આપીસુ મત ,હાલ આ રસ્તામાં વિદ્યાર્થીઓ અને દર્દીઓને ૧૦૮ મારફતે જવા માટે નો આ એકજ અમરેલીને જોડતો ૯ કી. મી.નો મુખ્ય માર્ગ છે જે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે પેટના દુખાવા સમાન આ રોડ છે જયારે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટેનો પણ આ મુખ્ય માર્ગ અહીં રસ્તા પર અનેક અકસ્માતો પણ સર્જાયા છે છતાં નેતા ઓના પેટનું પાણી હલતું નથી ચૂંટણી આવશે ત્યારે દિનરાત પહોંચી જશે મત મેળવવા બાદમાં લોકોની માગોને નજર અંદાજ કરી લોલીપોપ આપી ભૂલી વિશરી જવાય છે

વડિયાના લુણીધાર ગામથી મોટા આકડીયા સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં રોડ પર એક એક ફુટના ખાડા જોવા મળી રહ્યા છે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા ગામ જનો આકરા પાણીએ ગામ જનો જણાવિ રહ્યા છે કે ચુંટણી સમયે જાહેર સભામાં અમોને ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી એ જણાવ્યું હતું કે હું ચુંટણી જીતી જાવ એટલે આઠથી દસ દિવસ માંજ તમારો રોડ નવો બનાવી આપીશચૂંટણી સમયે આપેલ વાયદા અને વચનો ૮ દિવસમાં રોડ કરી આપીસુ અને મત મેળવ્યા બાદ બે બે વર્ષ વીત્યા છતાં કોઈ જાતની ખબરશુદ્ઘા નથી પૂછી ગ્રામજનો ની અવાર નવાર રજૂઆતો છતાં બેધ્યાન તંત્ર સામે અને ધારાસભ્ય પરેશ ધાનાણી સામે ઉઠયા મતદાતાઓના સવાલો અને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું લુણીધાર ગામના લોકો એ કે સાત-સાત વર્ષ થી મગરમચ્છ ની પીઠ સમાન રસ્તાને સહન કરી રહયા છીએ રોષે ભરાઈને કહી રહયા છે કે આવજો હવે તમે મત લેવા?

આ રોડપરના મુસાફરોને પેટના દુઃખાવા થઇ જાય છે?

સ્થાનિક પરસોતમ ભાઈ લીંબણી જણાવી રહયા છે કે જયારે મત જોઈતા હતા ત્યારે કાગારોળા કરીને મતમેળવી ગયા હવે તમારા દર્શન દુર્લભ થઈ ગયા છે અમોને આ રોડ પર મુસાફરી કરીને પેટના દુખાવા થઈ ગયા છે ત્રણ ત્રણ ડોકટરો ફેરવ્યા છતાં દુખાવા મટતાં નથી ૮ દિવસમાં રોડ બનાવી આપીશના વચનો અને વાયદાઓ આપી ભૂલી વિશરી ગયા છો તમે લુણીધાર ના મતદાતાઓ પોતાની ભૂલ ભોગવી રહયા છે સાત સાત વર્ષ થી....

પરેશભાઇ ધાનાણીને અનેક વખત રજુઆત!

ભીમભાઈ સનારા સરપંચના જણાવ્યા મુજબ માયાપાદરથી મોટા આકડીયા સુધીનો રોડ બિસમાર હાલતમાં છે લોકોને કમરના દુખાવા થઈ જાય છે આ રોડ વિસે ગ્રામજનોએ અવારનવાર ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણીને રજૂઆતો કરી છે પણ કોઈ સચોટ જવાબ મળતો નથી કે આ કામગીરી કરવાની છે કે નહીં જો આ રોડ ટુક સમયમાં નહિ બને તો લુણીધાર ગામના સ્થાનિકો ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરશેની ચીમકી ઉચ્ચારી છે..

(12:05 pm IST)