Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

કોડીનારમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી

કોડીનાર તા.૧૧: જીવનદિપ હેલ્થ એજયૂકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર સંચાલિત મનોદિવ્યાંગ બાળકોનું ડે કેર સેન્ટર દ્વારા વિશ્વ દિવ્યાંગ દિન - મનોદિવ્યાંગ દિન ઉજવણી મ્યુ. ગર્લ્સ હાઇસ્કુલ કોડીનારનાં સંકલનમાં કરવામાં આવી હતી. આ તકે મ્યુ. ગર્લ્સ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ ભરતભાઇ દહીંમાંએ સ્વાગત પ્રવચન કરેલ ત્યાર બાદ જીવનદિપ હેલ્થ એજયૂકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારનાં મનોદિવ્યાંગ બાળકોને વહીલચેરમાં લઇ ગર્લ્સ હાઇસ્કુલ શાળાની વિદ્યાર્થીની બહેનો અને શાળા કર્મચારી તથા દિવ્યાંગ બાળકોના વાલીઓ સાથે રેલી કાઢવામાં આવેલ.

આ રેલી શહેરના વિવિધ માર્ગો પરથી બેનર અને પોસ્ટર સાથે પસાર થઇ હતી તથા લોકોમાં દિવ્યાંગજનોનાં અધિકારો અંગે જાગરૂકતા લાવવા અને દિવ્યાંગતા અટકાયત માટે શાળાના વિદ્યાર્થીઓને  જાણકારી આપી હતી. મ્યુ. ગર્લ્સ સ્કુલના જયદિપભાઇએ જણાવ્યું કે મનોદિવ્યાંગ બાળકોમાં પડેલ વિવિધ કાર્યક્ષમતાઓ છે જેને બહાર કાઢવા કોડીનારની જિવનદીપ સંસ્થાના તાલિમ મેળવેલ મનોદિવ્યાંગ બાળકોમાં આપણે જોઇ શકીએ છે જે સામાન્ય બાળકો કરતા પણ ખુબ સરસ રીતે વિવિધ સાંસ્કૃતિક  કાર્યક્રમ અને પોતાની ખાસ કલા રજુ કરી શકે છે જેથી વાલીઓ પોતાના મનોદિવ્યાંગ બાળકોને સંસ્થામાં લાવી તાલીમબધ્ધ કરાવે તેવો પ્રચાર કરવા જણાવ્યું હતું.

ત્યારબાદ દિવ્યાંગ બાળકોની સંસ્થાના આરીફભાઇ ચાવડાએ દિવ્યાંગ બાળકોને સરકારશ્રી દ્વારા મળતા વિવિધ લાભો મહત્મ મેળવી વાલીઓ બાળકોનું પુનર્વસન કરે તથા દિવ્યાંગજનોને મળતાં વિવિધ લાભો અને તેમને મળતાં અધિકારો અંગે જાણકારી  આપેલ હતી.

કાર્યક્રમને સફળ બનાવવા એકતાબેન જાદવ, આરીફભાઇ ચાવડા, રાકેશભાઇ બેરડીયા, ભાવનાબેન રાઠોડ, અમીતાબેન ચાવડા, અને મયૂરભાઇ બાવરિયા અને મ્યુ. ગર્લ્સ હાઇસ્કુલ શાળા કોડીનારનાં સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી. (૧૧.પ)

(12:03 pm IST)