Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

શાપર વેરાવળ પાસે બાઇક પાછળ બીજુ બાઇક ભટકાતા ગીરીશભાઇનું મોત

યુવાન ખોડીયાર હોટલે જમવા માટે જતો તોને અકસ્માત સર્જાયો

રાજકોટ, તા.૧૧: શાપર વેરાવળ નજીક ખોડીયાર હોટલ પાસે બાઇક પાછળ બીજુ બાઇક ભટકાતા શાપર વેરાવળના યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજયું હતું.

મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં સર્વોદય સોસાયટીમાં રહેતા ગીરીશભાઇ વાલજીભાઇ ખીમસુરીયા (ઉ.વ.૨૩) ગઇકાલે પોતાનું બાઇક લઇનેે શાપર - નજીક ખોડીયાર હોટલે જમવા માટે જતા હતા ત્યારે તેના બાઇક આગળળ રહેલા બાઇક સાથે અથડાતા ગીરીશભાઇ ફંગોળાઇ જતા તેને ઇજા થતા જેની સાથે બાઇક અથડાયું તે બાઇક ચાલક ગોંડલના અજીતભાઇ અલીભાઇ સવાણ અને તેનો પુત્ર મહંમદ બંનેએ તાકીદે ગીરીશભાઇને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ અજયભાઇ ચૌહાણે પ્રાથમીક કાગળો કરી શાપર મોકલ્યા છે.

(12:01 pm IST)