Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ભુજમાંથી ઝડપાયેલા બે કાશ્મીરીઓ પૈકી એક ભાગેડુ,એક નિર્દોષ

ભુજ, તા.૧૧: ભુજ એસઓજી પોલીસે ગત ૩૦મી નવેમ્બરે સાગર ગેસ્ટ હાઉસમાંથી બે કાશ્મીરીઓને ઝડપી પાડયા હતા. જે અંગે પશ્ચિમ કચ્છ પોલીસે આપેલી સતાવાર માહિતી અનુસાર ઝડપાયેલા બે કાશ્મીરીઓ અલ્તાફ અબ્દુલ નઝાર (ઉ.૨૨) અને યાશીર અબ્દુલ મજીદ લોન (ઉ.૧૬) કુપવાડાના છે. જે પૈકી ૨૨ વર્ષીય અલ્તાફ પથ્થરમારાના અનેક ગુનાઓમાં ભાગેડુ છે. જોકે, અન્ય ૧૬ વર્ષીય યાશીર સગીર છે અને તેની ઉપર કોઈ ગુનો નથી.

એટલે પોલીસે તેના પરિવારને બોલાવીને તેને સોંપ્યો છે. જયારે અલ્તાફ વિરુદ્ઘ ગુનો નોંધીને કાશ્મીર પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરાઈ છે.(૨૩.૪)

(11:59 am IST)