Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

કાગવડ-ખોડલધામના દર્શને હાર્દિક પટેલ-અલ્પેશ કથીરીયા : આરતીનો લાભ લીધો

વીરપુર (જલારામ) પાટીદાર અનામત આંદોલન સમિતિ કન્વીનર અલ્પેશ કથીરીયાની યાત્રા વહેલી સવારે ખોડલધામ મંદિર ખાતે પહોંચી હતી. વહેલી સવારે અલ્પેશ કથીરીયા તથા હાર્દિક પટેલે ખોડલધામ ખાતે ખોડલમાંના ચરણોમાં શીશ ઝુકાવી આરતી કરી હતી. સમર્થકો સાથે અલ્પેશ કથીરીયા તથા હાર્દિક પટેલે ખોડલધામ માતાજીની આરતી દર્શન કરી રાજકોટ તરફ રવાના થયા હતા. (તસ્વીર-અહેવાલ : કિશન મોરબીયા-વિરપુર-જલારામ)

(11:34 am IST)