Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ખંભાળીયામાં વોટસએપ ઉપર ઓડીયો મોકલતા છરીથી હુમલો-ખૂનની ધમકી

ખંભાળીયા, ૧૧ : ખંભાળીયાના આંબેડકરવાસમાં રહેતા પ્રવિણભાઇ કરશનભાઇ પરમાર જાતે દલીતને વોટસઅપ પર તેના સમાજ બાબતે ઓડીયો શેર કરવા બાબતે માથાકુટ થતા આરોપી મુકેશ ભીખાભાઇ વાઘેલા, હરેશ વસરામભાઇ મકવાણા, ગોવિંદ હમીર સોલંકીએ છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની પોલીસ ફરીયાદ ઉપરોકત આરોપીઓ વિરૂદ્ધ પ્રવિણભાઇ પરમારએ ખંભાળીયા પોલીસમાં નોંધાવતા પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામે રહેતા રવિભાઇ રામજીભાઇ ચૌહાણ જાતે દલીતને જુના મનદુખના કારણે આરોપી ભાવેશભાઇ દામજીભાઇ પટેલ, કૈલાશભાઇ ગીરદારભાઇ પટેલ, પરેશભાઇ ગીરદારભાઇ પટેલ, વિનોદભાઇ બાબુભાઇ પટેલ, દીપકભાઇ ભાવનજીભાઇ, રવિભાઇ ભગવાનજીભાઇએ જાતિ પ્રત્યે અપમાનીત કરી ઢીકાપાટુનો મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ રવિભાઇ રામજીભાઇ ચૌહાણએ કરતા પોલીસ એ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(3:45 pm IST)