Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

વેરાવળમાં ચૂંટણીના મનદુઃખમાં ભાજપ સમર્થકના ઘરે હુમલો-લૂંટ

વેરાવળ, તા. ૧૧ :. સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ભાજપના સમર્થકના ઘરે ટોળાએ જઈ હુમલો કરી આયશાબેનને મારમારી ઘરમાંથી લૂંટ કરી જવાની ફરીયાદ આજે નોંધાયેલ છે.

તા. ૯ના વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફી કામ કરી રહેલ મહમદભાઈ તાજવાણી ઉપર કોંગ્રેસના સમર્થકો બપોરે ૧.૩૦ કલાકે (૧) હાજી અલ્તાફ મહમદ (૨) તોફીક હાજી અલ્તાફ (૩) જબ્બાર હાજી ચૌહાણ (૪) મણીયા નામથી ઓળખાતો પટણી (૫) અલ્તાફ એઝાજ (૬) સીફટેન ઉર્ફે હુલ્લડ તથા આશરે ૧૫ થી ૨૦ માણસોએ ગરીબ નવાઝ સોસાયટી તુરકીયા મસ્જીદ પાછળ મહમદભાઈ તવાણીના ઘરે જઈ અને ઘરમાં ઘુસી આવેલ ત્યારે મહમદભાઈ હાજર ન હોવાથી તેની પત્નિને આયશાબેનને કહેલ કે તારો પતિ ભાજપ પક્ષમાં કામ કરે છે તેવું મનદુઃખ રાખી બિભસ્ત શબ્દો બોલી જાન મારી નાખવાની ધમકી આપી કપડા ફાડી નાખી લાકડી-ઢીકાપાટુનો માર મારી કબાટનું ખાનુ ખોલી મચ્છીના વેપારના રોકડા રૂ. ૮૯ હજાર, બે સોનાના ચેઈન રૂ. ૬૦ હજાર કુલ રૂ. ૧ લાખ ૪૯ હજારની લૂંટ કરેલ હોય તેવી ફરીયાદ લખાવતા પોલીસે રાયોટીંગ, લૂંટ, છેડતીની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે.

(3:36 pm IST)