Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ગોંડલની સટ્ટા બજારમાં ભાજપ હોટ ફેવરીટ, ભાજપ-૪પ, કોંગી-પપ પૈસા

ગોંડલ તા. ૧ર :.. ગોંડલ વિધાનસભાની રસાકસી પૂર્ણ રહેલી ચૂંટણીનાં શાંતિપૂર્ણ વિરામ બાદ કેવુ પરિણામ આવશે તે માટે શહેર, તાલુકામાં ઉત્તેજનાનો માહોલ સર્જાયો છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા જીતનાં દાવા થઇ રહ્યા છે ત્યારે ચૂંટણીને લઇને ગોંડલ બેઠક માટે લાખો રૂપિયાનો સટ્ટો રમાયો છે સુત્રોનાં જણાવ્યા મુજબ સટ્ટા બજારમાં ભાજપ હોટ ફેવરીટ બનવા પામ્યું છે. માતબર લીડથી ભાજપ વિજય બને તેવો સટ્ટા બજારનો અંદાજ રહેવા પામ્યો છે. સટ્ટા બજારમાં ભાજપનાં ૪પ પૈસા તો કોંગ્રેસનાં પપ પૈસા બોલાઇ રહ્યા છે.

સુત્રોનાં વધુ જણાવ્યા મુજબ કોંગ્રેસ ભાજપ સિવાય સટ્ટા બજારમાં અન્ય કોઇ પક્ષની નોંધ લેવામાં આવી નથી ગોંડલ બેઠકમાં કસોકસની ચૂંટણી લડાઇ થવા પામી હતી. અલબત ગત વિધાનસભા કરતા ૧૧ ટકા ઓછૂ મતદાન થવા પામ્યું છે.

ગોંડલ બેઠકનાં કુલ ર,૧૩,૦૩ર મતદારોમાંથી ૭૬પ૦૭ પુરૂષ ૬ર૦૭૭ સ્ત્રી તેમજ પ અન્ય મળી કુલ ૧,૩૮,પ૮૯ મતદારોએ મતદાન કર્યુ હતું. કુલ મતદાનની ટકાવારી ૬પ.૦૬ થવા પામી હતી. જેમાં સૌથી વધુ મતદાન મોટા ઉમવાડા ૮૪.પર અને બેટાવડમાં ૮૪.૪૮ થવા પામ્યું હતું. જયારે સૌથી ઓછું વાસાવડનાં ૪ નંબર બુથ ઉપર પ૧.૩૭ નોધાવા પામ્યું હતું હાલ તો જીતનાં દવા દરેક ઉમેદવારો કરી રહ્યા છે. પરંતુ સાચી હકિકત ૧૮ તારીખે મત ગણતરી બાદ બહાર આવવા પામશે.

(1:20 pm IST)