Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ગારીયાધારમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરોમાં બોલાચાલીની ઘટનાઓ

ગારીયાધાર, તા. ૧૧ : ગારીયાધારના એમએલએ કેશુભાઇ નાકરાણી દ્વારા સતત છઠ્ઠી વખત ધારાસભાના ઉમેદવાર તરીકે સુપાનાથ પ્રાથમિક શાળામાં મતદાન કરવામાં આવ્યું હતું.

તે સિવાય કોંગ્રેસના ઉમેદવાર પી.એમ. ખેજીએ પરવાડી શાળામાં અને ગુજરાત જનચેતાના પાર્ટીના મનુભાઇ ચાવડા દ્વારા મોણપર મુકામે પોતાનો મત આવ્યો હતો.

જયારે ગારીયાધાર ત્રિપાંખીયા જંગમાં તમામ પાર્ટીના કાર્યકરો દ્વારા પોતાના ઉમેદવારને મતો અપાવવા મહેનતો કરવામાં આવી હતી.

ગારીયાધાર વિધાનસભા ચૂંટણીમાં ગારીયાધાર પંથકના સાતપડા, નાના ચારોડીયા અને સુખનાથ પ્ર.શાળામાં સવારે ઇવીએમ મશીન શરૂ ન થતા મતદાન ૧પ થી ર૦ મીનીટ મોડુ શરૂ થયું હતું.

જયારે ગારીયાધારના તાલુકા શાળા બુથ પર વારંવાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલીની ઘટનાઓ થવા પામી હતી. વળી, આ જ બુથ પર કેશુભાઇ નાકરાણીની દિકરી દ્વારા એમએલએ લખેલી ગાડી લઇને ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા વિરોધ કરી આચારસંહિતાની ફરીયાદ ઉઠવા પામી હતી. (૮.૮)

 

(12:04 pm IST)