Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

જોરાવરનગર ઉમિયા ટાઉનશીપમાં ૭ મકાનના તાળા તૂટયા

લગ્નની સિઝનનાં કારણે અનેક વિસ્તારો રેઢા પડઃ પોલીસ તપાસનો ધમધમાટ

વઢવાણ, તા. ૧૧ :. સુરેન્દ્રનગરના જોરાવરનગગર રતનપર વિસ્તારમાં આવેલ ઉમિયા ટાઉનશીપમાં લગ્ન સીઝન પૂરબહારમા ચાલતી હોવાના કારણે રેઢુપડ ભારી ગયેલા તસ્કરો મોકો જોઈને ત્રાટકયા હોવાનું હાલમાં ચર્ચાઈ રહ્યુ છે.

ત્યારે સુરેન્દ્રનગર જોરાવનગરના રતનપર વિસ્તારમાં આવેલી ઉમિયા ટાઉનશીપમાં આવેલા મકાનોમાં ૭ જેટલા મકાનોને હાલ રાત્રીના તસ્કરોએ નિશાન બનાવ્યા છે.

ત્યારે હાલમાં જોરાવરનગર પોલીસ હાલ ઉમિયા ટાઉનશીપ ખાતે પહોંચી હાલ પ્રાથમિક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઉમિયા ટાઉનશીપમાં આવેલા મકાનોને નિશાન તસ્કરોએ બનાવ્યા છે ત્યારે કયા કયાં મકાનોમાં કેટલી રકમ, કેટલો માલમત્તાનો સફાયો તસ્કરો કરી ગયા છે ? જે તપાસ બાદ સાચો ખ્યાલ આવે તેમ છે. આમ છતા પોલીસ તંત્ર ડોગસ્કવોડ પણ બોલાવાઈ છે ત્યારે ૭ મકાનોના તાળા તૂટતા હાલ રોષ છવાયેલો જોવા જાણવા મળી રહ્યો છે.

જયારે તસ્કરો દ્વારા ૭ મકાનોને નિશાન તો બનાવ્યા જ છે ત્યારે જેમાં મકાન નિશાન બન્યા છે. જેમાના ૭માના એક મકાન પોલીસ ખાતાના કમાનુ પણ છે જયારે ક્ષત્રિયના પણ મકાનોને નિશાન બનાવ્યા છે. પાંચ મકાનોના માલિક હાલમાં લગ્ન પ્રસંગમાં હોવાના કારણે જાણકારી પોલીસ તંત્ર પાડોશીઓ દ્વારા આપવામાં આવેલ છે ત્યારે પાંચેય મકાનોના માલિક લગ્નપ્રસંગ પડતો મુકી અને સુરેન્દ્રનગર પરત આવવા માટે નીકળી ગયા હોવાનું હાલમાં જાણવા મળેલ છે.પરેશભાઇ આર.ગૌસ્વામી અને જગદીશભાઇ દલવાડીના બે મકાનોની તપાસ હાલમાં ચાલુ છે ત્યારે જગદીશભાઇ દલવાડીના મકાનમાં હાલ રૂ.૧૭૦૦૦ની રોકડ તસ્કરો તસ્કરી કરી લઇ ગયા હોવાનું હાલ પ્રાથમિક રીતે બહાર આવ્યુ છે. ત્યારે હાલ ઉમિયા ટાઉનશીપ વિસ્તારમાં લોકોના ટોળે ટોળા એકઠા થવા પામ્યા છે. ત્યારે ક્ષત્રિયના પણ મકાનો નિશાન બન્યા છે જેમાં માલમતા વધારે ગઇ હોવાનો લોકો અંદાજ લગાવી રહ્યા છે.(૨-૧૫)

 

(12:26 pm IST)