Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

જુનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પતિની ચુંટણી એજન્ટને છરીની અણિએ ધમકી

મતદાન બાદ રસ્તામાં રોકીને ધમકી આપતા સનસનાટી

જૂનાગઢ તા. ૧૧ : જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પતિ દિનેશ ખટારિયાએ ચુંટણી એજન્ટ અરજણ ખટારિયાને છરીની અણિએ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ થતાં ચકચાર મચી ગઇ છે.

આ બનાવની વિગતો એવી છે કે, વંથલી નજીકના સંેદરડાના અરજણ કાળાભાઇ ખટારિયા ગત તા. ૯ના રોજ વિધાનસભાની ચૂંટણીના મતદાન વખતે તેમના ગામે ચુંટણી એજન્ટ તરીકે હતા.

ત્યારે જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પતિ દિનેશભાઇ વાલાભાઇ ખટારિયાએ મતદાન કરેલ અને મતદાનનો પૂરો થઇ જતા ફરી દિનેશ ખટારિયા મતદાન કરવા આવેલ.

આથી અરજણ ખટારિયાએ મતદાન કરવા દીધેલ નહિ. આ બાબતનું મનદુઃખ રાખી રસ્તામાં અરજણભાઇને રોકી દિનેશ ખટારીયાએ છરી બતાવીને જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી.

તેમજ વાવેતર કેમ કરે છે? તેમ કહીને પણ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.(૨૧.૧૯)

 

(11:59 am IST)