Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

માળિયા હાટીનામાં અવાવરૂ મકાનમાંથી 'ઘુવડ'ના ૭ બચ્ચાને પકડી એનિમલ કેર સાસણમાં મોકલાયા

માળીયા હાટીના તા. ૧ર :.. માળીયા હાટીના કૈલાસ ગરબી ચોક અને પીપળા શેરી જેવા ભરચક વિસ્તારની બાજુમાં જ નારણભાઇ દામજીભાઇ કાનાબારના ૪ માળના અવાવરૂ અને બંધ મકાનમાં ત્રીજા માળે ઘુવડ નામના પ્રજાતી રેલીલેવી નામ ઘુવડના એકી સાથે સાત સાત બચ્ચા રમેશભાઇ કાનાબારે અને હિતેનભાઇ કાનાબારે જોયા હતાં. આ ૪ માળનું અવાવરૂ મકાન ઘણા જ લાંબા સમયથી સદંતર બંધ હાલતમાં છે.

આ મકાનનો જુનો કાંટ માળ પાડતા હતા ત્યારે પાડોસીઓને આ ઘુવડના બચાની ખબર પડી કે આ મકાનમાં ઘુવડના બચ્ચા છે. એટલે હિતેનભાઇ કાનાબારે અને રમેશભાઇ કાનાબારે માળીયા વન વિભાગને જાણ કરતા વન વિભાગના પ્રતાપભાઇ સીસોદીર્યા અને શ્રી સીલુએ સ્થળ ઉપર જઇને ઘુવડના બચ્ચાને પકડીને સાસણ એનીમલ કેરમા મોકલ્યા છે.

આવા ઘુવડની જાત અત્યારે ખૂબ જ ઓછી જોવા મળે છે. એમ વન કર્મીઓ જણાવે છે.

આ ઘુવડ કોઇને પણ હેરાન પરેશાન કરતા નથી. (પ-૯)

 

(12:27 pm IST)