Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મામા-ભાણીયાના સંબંધ તો આજીવન રહેશે, મારી લડાઈ ભ્રષ્ટાચાર સામેની : પંકજ રાણસરીયા.

-મોરબી બેઠક પર ‘આપ”ના ઉમેદવાર પંકજ રાણસરીયાએ ઉમેદવારી નોંધાવી કાંતિલાલ અને તેમની વચ્ચે મામા- ભાણેજના સબંધ હોવાથી સોગંઠાબાજી નહિ તંદુરસ્ત રાજનીતિથી ચૂંટણી જીતવાનો દાવો કર્યો

મોરબી : મોરબી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ ઉમેદવાર પત્ર ભર્યા બાદ તેમના ભાણેજ ગણાતા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરીયાએ ઉમેદવારી નોંધાવી છે. જો કે કાંતિલાલ અને તેમની વચ્ચે મામા- ભાણેજના સબંધ હોવાથી સોગંઠાબાજી નહિ તંદુરસ્ત રાજનીતિથી ચૂંટણી જીતવાનો દાવો કરી આપની લડાઈ ભ્રષ્ટાચારી ભાજપ સામે હોવાનું જણાવ્યું હતું.

મોરબી બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરીયાએ નામાંકન પત્ર ભર્યા બાદ જણાવ્યું હતું કે, ગામમાં એવી વાતો ચાલે છે કે, ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા અને પંકજ રાણસરિયા સબંધમાં મામા ભાણેજ થતા હોય અંદરખાને સોગંઠાબાજી રમાતી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ સંબંધો તો આજીવન રહેવાના છે. પણ તેમની લડાઈ પક્ષ સામે છે એટલે ભષ્ટાચાર વાળા પક્ષોને ઉખેડી ફેકવા તેઓ તંદુરસ્ત રાજનીતિથી ચૂંટણી જીતવાનો દાવો કર્યો છે.

(10:40 pm IST)