Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

અમદાવાદ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ ઇસમ ટંકારાથી ઝડપાયો.

ટંકારામાં મોરબી એલ.સી.બી.પોલીસની સતર્કતાથી અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાંથી ચોરીના ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા સાત મહીનાથી ફરાર થયેલ આરોપી ઝડપાયો છે. જેને પગલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ. જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ચોક્કસ બાતમી મળી હતી કે, મૂળ મોરબી જિલ્લાનો રહેવાસી આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુ હરીલાલ સારેસા અમદાવાદ શહેર સરખેજ પો.સ્ટેમાં ચોરીના ગુનામાં કાચા કામના કેદી તરીકે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદ હતો. કોવીડ-૧૯ અંતર્ગત તા.૧૭/૦૧/૨૦૨૨ ના રોજ તેને વચગાળાના જમીન પર છોડવામાં આવ્યો હતો. આરોપીને તા.૨૦/૦૩/૨૦૨૨ ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પરત હાજર થવાનુ હોય પરંતુ તે હાજર થયો ન હતો અને હાલ તે  ટંકારા લતીપર ચોકડી ખાતે હોવાની બાતમી મળી હતી.
જેથી પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા અને આરોપીનેહસ્તગત કરી પોલીસ જાપ્તા હેઠળ અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવા અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.એચ.ચુડાસમા,  એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

(10:38 pm IST)