Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

આમ આદમી પાર્ટીના મોરબી-ટંકારાના ઉમેદવારોએ ફોર્મ ભરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. ઉમેદવારોના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ત્યારે મોરબી જિલ્લાની ટંકારા-પડધરી વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય ભટાસણાએ આજ રોજ ફોર્મ ભર્યું છે. જયારે મોરબી બેઠક પરથી આપ ઉમેદવાર પંકજ રાણસરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું
ટંકારા મામલતદાર કચેરી ખાતે સંજયભાઈ ભટાસણાએ સમર્થકો સાથે આવીને ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ સંજય ભટાસણાએ જણાવ્યું હતું કે, આજ રોજ મેં મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા ટંકારા- પડધરી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. મને વિશ્વાસ છે કે, મારો જ્વલંત વિજય થશે અને જનતાનું પણ સમર્થન મને મળશે.
જયારે મોરબી બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું સમર્થકો સાથે મામલતદાર કચેરી પહોંચીને તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

(10:38 pm IST)