Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

અત્યારે બે જ પ્રખ્યાત છે..કમો અને કાનો..: મોરબીમાં કાંતીભાઈએ નામાંકન ભરતા પહેલા કાર્યકરોને સંબોધ્યા

કાનાની આખા જિલ્લામાં જ્યાં પણ જરૂર હોય ત્યારે સેવા માટે કાનો તરત દોડીને જશે તેવી ખાતરી આપી

મોરબીમાં પુલ દુર્ઘટના વખતે નદીમાં પડીને રાહત અને બચાવની કામગીરી કરનાર પૂર્વ ધારાસભ્ય કતીલાલ અમૃતિયાની માનવ સેવા અને લોકપ્રિયતાની નોંધ લઈને ભાજપે ફરી ટીકીટ આપતા આજે મોટા સમર્થક સમુદાય સાથે રેલી કાઢીને તેઓએ નામાંકન પત્ર ભરવા નીકળ્યા હતા. રાજકીય મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં લોકો સાથે કાંતિલાલે ફોર્મ ભરવા જતા પેહલા તેમના નિવાસ સ્થાને કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે અત્યારે બે જ પ્રખ્યાત છે..કમો અને કાનો

કીર્તિદાનના ડાયરામાં જમાવટ કરીને રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કમાને યાદ કરીને કહ્યું હતું કે કમાની જેમ કાનો પણ દરેક ઘરે પ્રખ્યાત છે. કાનાભાઈએ નરેન્દ્ર મોદીએ તેમને જે જવાબદારી સોંપી છે તે પુરી નિષ્ઠાથી નિભાવશે તેવું જણાવી કાનાની આખા જિલ્લામાં જ્યાં પણ જરૂર હોય ત્યારે સેવા માટે કાનો તરત દોડીને જશે તેવી ખાતરી આપી હતી. બેબાક કાંતિલાલે કાર્યકરોની હાજરીમાં હસતા હસતા હળવી શેલીમાં કમા અને પોતાની લોકપ્રિયતાને રજૂ કરી સૌને હસાવ્યા પણ હતા.

   
(9:33 pm IST)