Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ભાવનગરના દુધાળા ગામે ગટરનો પ્રશ્ન નહીં ઉકેલાય તો મતદાનનો બહિષ્કાર

દુધાળા ગામે છેલ્લા 15 દિવસથી જુના ગામ વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું:ગામના સરપંચને અનેક રજૂઆત કરવા છતા માત્ર ઉડાવ જવાબ

 ( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં દુધાળા ગામે છેલ્લા 15 દિવસથી જુના ગામ વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું હોય જે અંગે સ્થાનિક લોકો દ્વારા ગામના સરપંચને અનેક રજૂઆત કરવા છતા માત્ર ઉડાવ જવાબ આપવામાં આવે છે. ત્યારે હવે લોકો જેમને મત આપીને છૂટી લાવ્યા છે તે લોકો જ તેમને જવાબ નથી આવતા તો જાય તો જાય એવી પરિસ્થિતિ સર્જાય છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું દુધાળા ગામ કે જ્યાં કોરોના મહામારી દરમિયાન અસંખ્ય લોકોએ કોરોના બીમારીના કારણે જીવ ગુમાવ્યો હતો. આવા જ સંજોગોમાં ગામ હજુ આ આઘાત માંથી બહાર આવ્યું નથી ત્યાં જ દુધાળા ગામના અમુક વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી દુર્ગંધ યુક્ત ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી ગયું છે, જેના કારણે આ વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ રહી છે,

 જોકે એવું નથી કે ગામ લોકો દ્વારા કોઈ તેમના પ્રતિનિધિ ની જાણ કરવામાં નથી આવી. આ વિસ્તારના લોકો દ્વારા અનેકવાર આ અંગે સરપંચના જાણ કરવામાં આવી છે જોકે ગામના સરપંચ એક મહિલા છે તેઓ મહિલાનું દર્દ સમજતા નથી. જ્યારે  મુકેશભાઈ સાવલિયા દ્વારા સ્થાનિક લોકોને ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યા છે, હવે સવાલ એ ઊઠે છે કે જે લોકોને મત આપીને સરપંચ બનાવ્યા છે એજ તેમના દુઃખ દર્દ સમજતા નથી તો જાય તો જાય કહા જેવી સ્થિતિ સર્જાય છે.

(6:46 pm IST)