Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કચ્‍છ ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલે ભુજ બેઠક માટે નોંધાવી ઉમેદવારી

ઉત્તરપ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ અને સરકારના જળશક્‍તિ મંત્રી સ્‍વતંત્રદેવસિંહ સહિત આગેવાનો કાર્યકરોની ઉપસ્‍થિતિ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧: કચ્‍છમાં વિધાનસભાની ચુંટણી લડી રહેલા ભાજપના જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલે ભુજ બેઠક માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભુજ કલેકટર કચેરીમાં ચુંટણી અધિકારી અનુરાગ ચપલોત સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું.

આ પૂર્વે ભુજમાં યોજાયેલી સભામાં ઉતરપ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ તેમ જ વર્તમાન સરકારના જળશક્‍તિ મંત્રી સ્‍વતંત્રદેવસિંહ, પૂર્વ સાંસદ પુષ્‍પદાન ગઢવી, પૂર્વ મંત્રી વાસણભાઈ આહીર, ભુજ પાલિકાના પ્રમુખ ઘનશ્‍યામ ઠક્કર, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવી, પૂર્વ ધારાસભ્‍ય રમેશ મહેશ્વરી સહિતના આગેવાનો તેમ જ સંગઠનના હોદેદારો કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:38 pm IST)