Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ખંભાળિયાના નાનકડા કેશોદ ગામની પાર્વતી મોકરીયા ન્‍યાયધીશ બની

બે ધોરણ ભણેલા શાકભાજી વેચતા વિપ્ર પિતાની પુત્રીએ ગૌરવ અપાવ્‍યું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૧ : દ્વારકા જિલ્લાના નાનકડા કેશોદ ગામની પાર્વતી મોકરીયાએ માત્ર બે ધોરણસ પાસ પિતા શાકભાજી વેચતાને ન્‍યાયધીશ ફર્સ્‍ટ કલાસ મેજીસ્‍ટ્રેટ બનીને કેશોદ ગામ તથા બ્રહ્મ સમાજને ગૌરવ અપાવ્‍યું છે.

કેશોદના દેવરામભાઇ મોકરીયા તથા ડાહીબેનની દિકરીએ જામનગર જઇને ધો.૧ર પછી અભ્‍યાસની સાથે એડવોકેટ અનિલ મહેતાની ઓફિસમાં જુનીયર શીપ ચાલુ કરીને મનમાં ગાંઠ વાળી કે ન્‍યાયધીશ બનવું છે.

અભણ માતાડાહીબેન તથા બે ધોરણ પાસ પિતા દેવરામભાઇની દિકરી પાર્વતીએ મહેનત કરી બીમાર અવસ્‍થામાં પ્રિલી પરીક્ષા પાસ કરીને તથા મુખ્‍ય પરીક્ષામાં બે પેપરોમાં હાથ ફોલ્લો હોવા છતાં પીડા સાથે ફોલ્લો ફોડી પેપરો લખીને લોહી નીકળતી આંગળીએ પરીક્ષા આપી પાસ થઇને ફર્સ્‍ટ કલાસ જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ તરીકે પસંદ થઇ છે.

પાર્વતી મોકરીયાએ કોઇપણ કાર્ય માટે ધ્‍યેય નકકી કરીને ધગશ સાથે મહેનત કરી યોગ્‍ય પરિણામ માટે ધીરજ રાખવા અપીલ કરી હતી. શાકભાજીની લારીવાળા બે ધોરણ પાસ પિતાની પુત્રીએ મોટુ ગૌરવ અપાવ્‍યું છે.

(1:37 pm IST)