Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ખંભાળિયાની બેઠક માટે ભાજપ આપના ઉમેદવારોના નામ બાકી

કોંગ્રેસમાંથી વિક્રમ માડમ જાહેર

ખંભાળિયા તા.૧૧ : હાલારના દ્વારકા તથા જામનગર જિલ્લામાં ગઇકાલે ભાજપે સાતમાંથી છ ઉમેદવારોમાં નામો ટિકીટ માટે જાહેર કર્યા. જયારે ખંભાળિયા બેઠક માટે નામ જાહેર ના થતાં રાજકીય સસ્‍પેન્‍સ વધુ ગહેરૂ થયુ છે.

જો કે, ગઇકાલે કોંગ્રેસની ૪૬ ઉમેદવારોની યાદી જાહેર થઇ તેમાં હાલના સીટીંગ ધારાસભ્‍ય વિક્રમભાઇ માડમનું નામ જાહેર  થતાં ખંભાળિયા માટે કોંગ્રેસનું નામ ફાઇનલ થયુ છે. જયારે આમ આદમી પાર્ટીએ પણ અહીં નામ જાહેર કર્યુ  નથી.

આજે અગિયાર તારીખ થઇ હોય તથા ૧૩-૧૧-ના રજા હોય આજે સાંજે અથવા આવતીકાલે નામ જાહેર થાય તથા ૧ર કે ૧૪ના ફોર્મ ભરાય તેવી શકયતા છે. બે ટર્મથી અહી ભાજપ ચુંટણી હારતુ હોય અગાઉ આ બેઠક ભાજપના ગઢ સમાન હતી. જયાંથી સતત ચાર ચાર ટર્મ સુધી ભાજપ બેઠક જીત્‍યુ હોય આ બેઠક જીતવા ભાજપ દ્વારા ખાસ  આયોજન કરીને ઉમેદવાર પસંદગી થાય તે માટે ખાસ કસરત કરવામાં આવી  રહી હોય તેમ પણ માનવામાં આવે છે.

(1:23 pm IST)