Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

બાવકુભાઇ ઉધાડની ટીકીટ કપાતા બાબરા લાઠી દામનગરમાં નિરાશા

ગત ટર્મમાં હારવા છતા પણ પાંચ વર્ષ સુધી જાગળત બની સતત લોકો વચ્‍ચે રહ્‍યા

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા. ૧૧ : બાબરા લાઠીના પૂર્વ ધારાસભ્‍ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઉધાડની છેલ્લીઘડીએ ટીકીટ કપાતા બાબરા લાઠી દામનગરના મતદારો અને કાર્યકર માં નિરાશ છવાય ગઈ હતી. ગત ટર્મમાં હારવા છતા પણ બાબરા લાઠી દામનગરના જાગળત આગેવાનો તરીકે સતત કાર્યરત રહી લોકો અને ખેડૂતો માટે ચિંતા કરી વિકાસના કામો બાબતે અગ્રેસર રહી સરકારમાં રજુઆતો કરી લોકોના કામો કરતા રહ્‍યા ટીકીટ જાહેરની છેલ્લી ઘડી સુધી લોકોને આશા હતી કે બાવકુભાઇ ઉધાડને ટીકીટ મલશે મતદારો મા પણ બાવકુ ભાઇ ઉધાડના પ્રયત્‍ન માટે ઉતેજના હતી લોકો ફરી બાવકુભાઇ ઉધાડને ધારાસભ્‍ય તરીકે ચૂંટાવા માંગતા હતા. મોટી સંખ્‍યામાં લોકો અને ખેડૂતોના મોંઢે બાવકુભાઇનું નામ હતું સતત જાગળત રહી પાંચ વર્ષ સુધી લોકો વચ્‍ચે રહીને દીલમા સ્‍થાન મેળવી લીધું હતું. 

બાવકુભાઇની ટીકીટ કપાવાના સમાચારથી હડકંપ મચી ગઇ હતી. વિરજીભાઇ ઠુંમરને હાર આપે એવા એકજ બાવકુભાઇ ઉધાડ હતા લોકોના મતે આગામી સમય બતાવશે ફરી વિરજીભાઇ ઠુંમરને અપનાવાશે છે ભાજપને કે સ્‍થાનિક ઉમેદવાર આપ આદમી પાર્ટીના જયસુખભાઇ દેત્રોજા ડોલી ને  શ્રી ઉધાડ ની ટીકીટ કપાતા ભાજપ માટે બાબરા લાઠી સીટ જીતવી મુસીબત બની છે ભાજપના કહેવાતા આગેવાનોના મોઢે ચર્ચાઓ જાગે છે.

(1:20 pm IST)