Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સડક પીપળીયા ગામે આજે ઉર્ષ

ગોંડલ તા.૧૧ : તાલુકાના સડક પીપળીયા ગામે  હજરત ગૈબનશાપીરની દરગાહ ખાતે આજે ઉર્ષ શરીફ અને સંદલ શરીફનો કાર્યક્રમ યોજાશે.

હાઇવે ટોલનાકા પાસે આવેલ દરગાહ ખાતે આજે બપોરે ૩ કલાકે સંદલ શરીફ ફાતીહા ખાની ન્‍યાઝ તકસીમ સાંજે ૭ કલાકે મિલાદ શરીફ રાખવામાં આવેલ છે. દર વષે મુજબ આ વર્ષે પણ ગેબનશાહપીર એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના બાદલ બેલીમ, ખાદીમ બફાતિશા શાહમદાર સહિતના યુવકો જહેમત ઉઠાવી રહયા છે.

(11:45 am IST)