Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ધોરાજીમાં ગુરૂનાનક દેવ જન્‍મજયંતિ મહોત્‍સવની શોભાયાત્રા સાથે ઉજવણી

ધોરાજી : ધોરાજી માં સમસ્‍ત સીધી સમાજ દ્વારા શ્રી ગૂરૂનાનક દેવ જન્‍મ જયંતિ મહોત્‍સવ નિમિતે  ભવ્‍ય  શોભાયાત્રા સાથે મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી. ધોરાજીના વઘાસીયા ચોરા વિસ્‍તારમાં આવેલ ગૂરૂનાનક મંદિર (ગુરૂદ્વારા) શ્રી ગુરૂગ્રંથ સાહેબજી ના પાઠ સાહેબ મા ભોગ સાહેબજી તથા  શ્રી શ્રી ગુરૂગ્રંથ સાહેબજીની શાહી સવારી શોભાયાત્રાનું આયોજન કરાયુ હતું. વાહે ગુરુના નાદ સાથે વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો શોભાયાત્રા  ધોરાજી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી શોભાયાત્રા દરમિયાન ધોરાજી શહેરના વિવિધ સંસ્‍થાઓ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આકાશ હોલ ખાતે ભંડારાનું આયોજન કરાયુ હતું. શોભાયાત્રામાં ધોરાજી સમસ્‍ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી, લછુંભાઈ સોનૈયા,  ચંદુભાઈ ઈસરાણી, પ્રભૂદાસભાઈરાયજા, ચૂનીભાઈ સભવાણી, હરકિશનભાઈ ભાગવાણી, હરેશભાઈ કોટક, રતીભાઈ આહૂજા,સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જયંતિ તેમજ શોભાયાત્ર અને સફળ બનાવવા માટે સમસ્‍ત સિંધી સમાજના અગ્રણીઓ યુવાનો મહિલાઓ એ જહેમત ઉઠાવી હતી.   શોભાયાત્રા દરમિયાન ધોરાજી ઇન્‍સ્‍પેક્‍ટર અનિરૂધ્‍ધસિંહ ગોહિલ તેમજ સ્‍ટાફ એ સધન પોલીસ બંદોબસ્‍ત જાળવ્‍યો  હતો. (તસ્‍વીર-અહેવાલ : કિશોર રાઠોડ, ધોરાજી)
 

 

(10:31 am IST)