Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મોરબીની રવાપર ચોકડી પાસેથી ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે વાહન ચેકિંગ દરમિયાન રવાપર ચોકડી પાસેથી ચોરીના બાઈક સાથે એક ઈસમને ઝડપી લીધો હતો અને અરવલ્લી જીલ્લામાં થયેલ બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં ટીમને સફળતા મળી છે
મોરબીમાં વિધાનસભા ચુંટણીને પગલે પોલીસ ટીમો સતત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કામગીરી કરી રહી હોય જેમાં વાહન ચેકિંગ દરમિયાન રવાપર ચોકડી તરફથી બાઈક પર એક ઇસમ આવતા વાહનના કાગળો માંગતા આરોપી રજુ કરી શક્યો ના હોય જેથી પોકેટ કોપ મોબાઈલથી સર્ચ કરતા બાઈક અરવલ્લી જીલ્લાના બાયડ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયું હોય જેની ફરિયદ પણ નોંધાયેલી જોવા મળી હતી જેથી ચોરીના બાઈક સાથે આરોપી ઈશ્વર સોંડાભાઈ ગીયોડ રહે રવાપર ઘુનડા રોડ મોરબી મૂળ રહે નવા વજાપુર તા. ભાંભર બનાસકાંઠા વાળાને ઝડપી લઈને ચોરીનું બાઈક કબજે લીધું છે અને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
જે કામગીરીમાં એ ડીવીઝન પીઆઈ એચ જે જાડેજા, પીએસઆઈ એચ કે ભોચીયા, આર પી રાણા, કિશોરદાન ગઢવી, મનસુખભાઈ દેગામડીયા, એ પી જાડેજા, ચકુભાઈ કરોતરા, અરજણભાઈ ગરિયા, તેજાભાઈ ગરચર, હિતેશભાઈ ચાવડા, સિદ્ધરાજભાઈ લોખીલ, સિદ્ધરાજસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.

(11:17 pm IST)