Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

કચ્છના મુન્દ્રામાં જન સેવા સંસ્થા દ્વારા પૂ. જલારામબાપા જન્મ જયંતિની સેવાકીય કાર્યો સાથે ઉજવણી : ગરીબ બાળકો માટે બિસ્કિટ તથા જીવન વપરાશ ની રાશનકિટોનુ વિતરણ

જરૂરતમંદ લોકો ને વઘારેલી ખીચડી, ખારીભાત, દેશી ઘી ની બુંદી. ગાંઠિયા અને મીઠાઈ પીરસવા માં આવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ મુન્દ્રાની જન સેવા સંસ્થા દ્વારા આજે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા ની ૨૨૨મી જન્મજયંતિ પ્રસંગે વિવિધ દાતાઓના સહયોગ થી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાઈ હતી..

મુન્દ્રા ની જન સેવા દ્વારા કાર્યરત જલારામ ખીચડી ઘર ના ૨૯૫ ગુરુવાર આજે પૂર્ણ થઈ રહ્યા છે અને દર ગુરુવાર એ દાતા ના સહયોગ થી જલારામ ખીચડી ઘર ના ખીચડી ના દાતા શહેર નો જલારામ ભગત પરિવાર અને બુંદી ગાંઠિયા ના દાતા પ્રફુલ્લ ભાઈ ગુગરીયા દર ગુરુવાર એ સહયોગ આપી રહ્યા છે તેમજ દર ગુરુવાર એ જન સેવા દ્વારા વિવિધ દાતા ઓ તરફ થી પ્રાપ્ત થતા જુના કપડાં અને અન્ય સામગ્રીઓ વીતરીત કરાય છે..

આજે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા ની જન્મજયંતિ પ્રસંગે અમિત ભાઈ ઠક્કર તરફ થી જીવન વપરાશ ની ૩૦ રાશનકિટો અને વાલજી ભાઈ લાખાણી તરફ થી ૨૦ રાશનકિટો શહેર ના જરૂરત મંદ પરિવારો માં વીતરીત કરાયા હતા..

આજે બોમ્બે ના હરેશ ભાઈ વેદાંત, ખાવડા સ્વીટ્સ ના ગિરીશ ભાઈ ઠક્કર, ચોથાણી ગ્રુપ ના રાજુ ભાઈ ચોથાણી,જર્મની ના જતીન ભાઈ ઠાકર, તેમજ વિવિધ દાતાઓના સહયોગ થી તાલુકા ની આજુબાજુ ખુલ્લા ઝૂપડા માં રહેતાં જરૂરત મંદ લોકો ને વઘારેલી ખીચડી, ખારીભાત, દેશી ઘી ની બુંદી. ગાંઠિયા અને મીઠાઈ પીરસવા માં આવી હતી..

જન સેવા ના રાજ સંઘવી એ જણાવ્યું હતું કે 

આજે મુન્દ્રા ની ગરીબ વસાહત માં મુન્દ્રા પોલીસ મથક ના ઇન્ચાર્જ પી આઈ સામત ભાઈ મહેશ્વરી જન સેવા સાથે પહોંચ્યા હતા અને ગરીબ બાળકો ને ખીચડી અને બુંદી ગાંઠિયા પીરસ્યા હતા...

તેમજ આજે જલારામ જયંતી પ્રસંગે જીવદયા માટે મુન્દ્રા ચોથાણી ગ્રુપ ના ભાઇલાલ ભાઈ ચોથાણી તરફ થી પક્ષી ના ચણ માટે જુવાર ના બાચકા, શ્વાનો માટે બિસ્કિટ ના કાર્ટૂન અને ગરીબ બાળકો માટે બિસ્કિટ ના કાર્ટૂન આપ્યા હતા અને વિવિધ વિસ્તારો માં જન સેવા દ્વારા જીવદયા ની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી..

આજની આ અનોખી ઉજવણી માં અદાણી ગ્રુપ ના જયદીપભાઈ શાહ, રમેશ ભાઈ આયડી, શબ્બીર ભાઈ વ્હોરા, એડવોકેટ પ્રવીણભાઈ ગણાત્રા,કપિલ ભાઈ કેસરિયા, દિલીપ ભાઈ ગોર,ધ્રબ ગામના સરપંચ અબ્દુલ રહેમાન તુર્ક, ઉપસરપંચ અસલમ ભાઈ તુર્ક, અમિત ભાઈ ઠક્કર,રાજુ ભાઈ ચોથાણી, પાર્થ ભાઈ ઠક્કર (ગુંદાલા ), ખારવા સમાજ ના પ્રમુખ રાજેશ ભાઈ કષ્ટા,હનીફ ભાઈ મેમણ સહીત ના મહાનુભાવો એ પ્રસાદ વિતરણ નો લાભ લીધો હતો..

આજના પ્રસંગે જન સેવા ના રાજ સંઘવી, કપિલ ચોપડા, અસલમ માંજોઠી, ભીમજી જોગી, દેવજી જોગી, લખમશી કોલી એ જહેમત ઉઠાવી હતી.. (તસવીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(3:06 pm IST)