Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

જેતપુર ગાદી સ્થાન પદાભિષેકના બીજા દિવસે શહેરી વિકાસ મંત્રીની ઉપસ્થિતિ

પ.પૂ.શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી લોકડાઉનથી શરૂ કરી અવિરત પરમાં દિવસે કથાનું રસપાન કરાવ્યું

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૧ : સ્વામીનારાયણ ધર્મમાં સૌથી વધુ મહત્વ ધરાવતુ શહેરનું સ્વામીનારાયણ મંદિર કે જેની શ્રી સહજાનંદ સ્વામીએ ગાદી સંભાળેલ તેને રર૦ વર્ષ થયા હોય, જેતપુરના આંગણે ભવ્ય ગાદી  પદાભિષેક ઉત્સવ ઉજવવામાં આવી રહયો છે. જેમાં ઉત્સવના બીજા દિવસે ભકત  સંતમણી સપ્તાહ પારાયણનું રસપાનને બપોરે ૩.૩૦ થી ૬.૩૦ શા.શ્રી વિવેકસાગરદાસજી તેમજ અત્રે પ.પ.ુઆદ.શ્રી નીલકંઠરણદાસજીના મુખેથીસંગીતમય શૈલીમાં કરાવવામાં આવી રહયું છે.

જેમાં ગઇકાલે રાત્રે કથાનું રસપાન કરાવતા નીલકંઠચરણદાસજી સ્વામીએ કહેલ કે ભગવાન અને સંતોનું મહાત્મ શાસ્ત્રો ખુબ કહયું છે. માટે ભગવાન અને સંતોનો મહિમા મનુષ્યોએ સમજવો જોઇએ જેને મહિમા હોય તેને ભગવાન અને સંતોને અર્ર્થે શું ન થાય ? બધુ જ થાય લોકલાજનો ભાગ,  ઘર સંસારનો ભાગ, કુટુંબ પરિવાર, ગામ ગરાસનો ભાગ થાય  માટે મહિમા સમજવો જોઇએ.

ભકત ચિંતામણી ગ્રંથ સંદગુરૂની સ્ફૂલાનંદ સ્વામીના હસ્તે લખાયેલ છે. તેઓ ભણેલ ન હતા. પરંતુ ભગવાનની કૃપાથી બધુ લખાય જતુ અને તે ગ્રંથની પ્રુફ રીડીંગ ખુદ સ્વામી નારાયણ ભગવાને ખુદ કરેલ. આ ગ્રંથમાં કુલ ૧૮૪ પ્રકરણો લખાયેલ છે. જેમાં  ૧ થી પ પ્રકરણમાં સંતોની વંદના લીલા ચરિત્ર, પરચા, સંતોના પરચા, ભકતોને આપેલ પ્રસંગને લખાણ થયેલ છેે. અંદાજીત ૧૯૦ વર્ષ પહેલા ગઢડામાં આ ગ્રંથમાં લખાયેલ હતો.  સ્ફૂલાનંદ સ્વામીએ કુલ રર ગ્રંથો બનાવેલ છે.  જો કોઇ હરિભકત મુશ્કેલીમાં હોય તો સાચા દિલથીનકકી કરે તે અને ભકત ચિંતામણીના શકય તેટલા પાઠ કરે તો તેનું કામ પાર પડે છે અને મુશ્કેલી દુર થાય છે.

ગઇકાલે સવારે બ્રાહ્મણોના વેદોકત મંત્રોચારસાથે યજ્ઞની શરૂઆત થયેલ ૭પ કુંડીના યજ્ઞમાં ૩૦૦ જેટલા યજમાનો યજ્ઞનો લાભ લઇ રહયા છે. રાત્રે સંતવાણી લોકડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં લોકસાહિત્યકાર ઋુષભ આહિર, પ્રફુલભાઇ જોષીએ પોતાની કલા પીરસી હતી. સપ્તાહનો લ્હાવો લેવા શહેરી વિકાસ મંત્રી વિનોદભાઇ મોરડીયા, સાંસદ રમેશભાઇ ધડુક, સહિતના આગેવાનો  ઉપસ્થિત રહેલ.આજે સાંજે પ કલાકે પ.પુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, તેમજ પ.પુ.ગાદીવાળા પધારશે. બાદ કથા સ્થળેથી ભવ્ય યાત્રા નીકળશે  જે શહેરના  મુખ્ય માર્ગ પર ફરી સ્વામીનારાયણ મંદિર પહોચશે.

આવતીકાલે પ.પુ.નીલકંઠ ચરણદાસજી સ્વામીની અધ્યક્ષતામાં નીર્માણ પામેલ નુતન મહિલા મંદિર, મુખ્ય પ્રવેશ દ્વારા, સભામંડપ, સંત આશ્રમનું ઉદઘાટન કરવામાં આવશે.

(2:53 pm IST)