Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

જેતપુરમાં દારૂનું દુષણ ડામવા મહિલા કોંગ્રેસ મેદાને

પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા મહામંત્રી શારદાબેન વેગડાની આગેવાનીમાં સવારથી વિરોધ પ્રદર્શનઃ શહેરમાં ખુલ્લેઆમ ચાલતા દેશી-વિદેશી દારૂના ધંધાઓ બંધ કરાવવા : એ.એસ.પી.ને રજુઆત

જેતપુર તા.૧૧ : શહેરમાં ખુલ્લેઆમ ચાલતા દેશી અને વિદેશી દારૂના ધંધાઓના વિરોધમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને મહામંત્રી અને જેતપુર-નવાગઢ નગરપાલિકાના સભ્ય શારદાબેન વેગડાની આગેવાનીમાં સવારના ૯ વાગ્યાથી સાંજના પ વાગ્યા સુધી તીનબતી ચોકમાં આંદોલન કરવામાં આવ્યું હતું શહેરમાં ચાલતા દારૂના ધંધાઓ બંધ કરાવવા પોલીસ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી.

આ અંગે ગાયત્રીબાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત કેફી અને માદક દ્રવ્યોનું હબ (મથક) બની રહ્યું છે ભુતકાળની ભા.જ.પ સરકારના મત્ંરી મંડળની નિષ્ફળતાના કારણે નીચેના પોલીસ સ્ટેશનથી ગાંધીનગર ગૃહવિભાગ સધુી ચાલતી ભ્રષ્ટ સિન્ડીકેટને સાંઠ ગાંઠના કારણે સમગ્ર રાજયમાં દારૂ જુગાર, બ્રાઉનસુગર, કોકીન, હેરોઇન, ગાંધો, ચરસ, અફીણ, જેવા કેફી દ્રવ્યોની હેરાફેરી અને બેરોક ટોક પણે વેચાણ પણ ચાલી રહ્યું છે અને ધીરે ધીરે રાજયનું યુવાધન વ્યવસનના વીસચક્રમાં ધકેલાઇ રહ્યું છે ત્યારે મોડે-મોડે પણ સફાળી જાગેલી રાજયની સરકારના મંત્રીઓ ડ્રગ માફીયાઓની ચુંગલ બંધી તોડવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. આ દારૂના દુષણના કારણે રાજયની હજારો બહેનો વિધવા બની છે અનેક પરિવારો ગરીબીના ખપ્પરમાં હોમાઇ ગયા છે તો કેટલાય પરિવારોના સભ્યો દારૂની કુટેવના કારણે ગંભીર બિમારીનો ભોગ બન્યા છે અને બેરોજગારીના ખપ્પરમાં પણ હોમાયા છ.ે

વધુમાં ગાયત્રીબાએ આક્ષેપ કરતા જણાવ્યું હતુ઼ કે રાજકોટ જિલ્લામાં દારૂનુ દુષણ દરેક પોલીસ ચોકી સુધી ઘર કરી ગયું છે. દારૂના ધંધાના બુટલેગરો અને પોલીસની સાંઠ-ગાંઠના કારણે દારૂ બંધીનો કાયદો માત્ર કાગળ ઉપરજ છે કડકાઇથી અમલવારી કરવામાં પોલીસતંત્ર સદંતર નિષ્ફળ નિવડયું છે

નવી પેઢીને નશા મુકત કરાવવાની નેમ સાથે મહિલા કોંગ્રેસ દ્વારા જેતપુર ખાતે આ બાબતે જોરદાર આંદોલનની શરૂઆત કરવામાં આવી છે.

(12:52 pm IST)