Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

વિરપુર (જલારામ)માં ભોજન-નાસ્તાનો લાભ લેતા ભાવિકો

વિરપુર (જલારામ) : 'જયાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો' મંત્રને જીવન મંત્ર બનાવનાર જોગી જલારામ બાપાની આજે ૨૨૨મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવાય રહી છે ત્યારે વીરપુરમાં ઠેરઠેર સેવન કેન્દ્રો ચાલી રહ્યા છે ત્યારે પૂજય જલારામ બાપાનું 'ભૂખ્યાને ભોજન' સૂત્રને સાર્થક કરતા બારડોલીના જલારામ બાપાના ભકત મહેશભાઈ વિઠલાણીએ જલાબાપાના જીવન ચરિત્ર માંથી પ્રેરણા લઈને વીરપુર આવતા ભાવિકો માટે મુકતમાં સવારે ચા,પાણી તેમજ ગાંઠિયાનો નાસ્તો તેમજ અન્ય સેવાના કેન્દ્રો જલારામ બાપાની જયંતીએ સવારથી જ ચાલુ કર્યા હતા. મહેશભાઈએ જણાવ્યું હતુ કે પૂજય બાપાએ પોતાના જીવનમાં હંમેશા ભુખ્યાને ભોજન આપ્યું છે તેના પગલે તો ન ચાલી શકાય પરંતુ જલાબાપાના દર્શને વીરપુર આવતા યાત્રિકો,પદયાત્રાળુઓ માટે નિઃશુલ્ક ચા,નાસ્તાની વ્યવસ્થા કરી છે અને જલારામ બાપાની જયંતીમાં સેવા કરવાનો અવસર મળ્યો છે માટે ધન્યતાની અનુભૂતિ કરું છું. (તસ્વીર-અહેવાલ : કિશન મોરબીયા-વીરપુર)

(12:49 pm IST)