Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

જામનગરના લાલપુરનાં ડબાસંગમાં જુની અદાવતનો ખાર રાખી જાનથી મારી નાખવાની ધમકી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧: લાલપુર પોલીસ સ્ટેશનમાં નિકુલબા દિપસંગ ચુડાસમા, ઉ.વ.૩૪, રે. ડબાસંગ ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૧૧–ર૦ર૧ ના ડબાસંગ ગામે ફરીયાદી નિકુબાના પતિ તથા આરોપી રેવતુભા ઉમેદસિંહ ચુડાસમા, મૈયાબા રેવતુભા ઉમેદસિંહ ચુડાસમા, રે. ડબાસંગ ગામ વાળા ની સંયુકત ખેતીવાડીની જમીન પર ફરીયાદી નિકુબાના પતિએ બોર કરાવેલ હોય તથા સદરહુ જમીન ઉપર ફરીયાદી નિકુબાના સસરાએ લોન લીધેલ હોય તે લોન ભરપાઈ કરવા તથા પાણીના બોર માંથી પાણી આપવા બાબતે મનદુઃખ ચાલતુ હોય જેનો ખાર રાખી આરોપીઓએ પોતાની વાડીમાં રેઢીયાર ઢોર આવતા તે ઢોર મોકલવાનું કહી અવાર નવાર દુઃખત્રાસ આપી ભુંડી ગાળો બોલી ફરીયાદી નિકુબાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

જામજોધપુરમાં જુગાર રમતા છ ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. દિલીપસિંહ વાઘુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૧૧–ર૦ર૧ ના સિઘ્ધેશ્વર મહાદેવના મંદિરે જવાના રસ્તે નદીના કાઠે જામજોધપુર જાહેરમાં આ કામના આરોપીઓ નટવરભાઈ ઉર્ફે અતુલ મગનભાઈ પરમાર, શૈલેષભાઈ ઉર્ફે મનોજ દેવજીભાઈ કારડીયા, રવિભાઈ મનુભાઈ ઓળવિયા, વિનોદભાઈ રામસંગભાઈ ઓળવિયા, ભરતભાઈ ગભરૂભાઈ ઓળવિયા, નિતીનભાઈ કાન્તીભાઈ રાઠોળ, રે. જામજોધપુરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.૧૦પ૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વર્લીમટકના આંકડા લખતો ઝડપાયો : એક ફરાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાકેશભાઈ ભનાભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૧૧–ર૧ના ગાંધીચોક અગાળ અંબાવી પંચાણ નામની દુકાન પાસે રોડ પર જામજોધપુરમાં આ કામના આરોપી બસીર અહેમદભાઈ સમા, રે. જામજોધપુરવાળા વર્લીમટકના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૬૧૧૦/– સાથ ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી રફીક કાદરભાઈ કટારીયા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે ઝડપાયા : બે ફરાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાકેશભાઈ ભનાભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૧૧–ર૧ ના લીમડા ચોક થી આગળ ડોલા ચોક ખાતે જામજોધપુરમાં આરોપી રફીક કાદરભાઈ કટારીયા, લીયાકતભાઈ આહમદરઝા ખાન, રે. જામજોધપુરવાળાએ હાલમા અબુધાબી ખાતે ચાલી રહેલ ન્યુઝીલેનડ તથ ઈંગ્લેન્ડ વચ્ચે ર૦–ર૦ ક્રીકેટ વર્લ્ડ કપની મેચ ઉપર મેચનો સટ્ટો રમી રમાડી રોકડા રૂ.૭પ૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–ર જેની કિંમત રૂ.પપ૦૦/– મળી કુલ મુદામાલ રૂ.૧૩,૦૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. તથા ફરારી આરોપી ઈકબાલ ઉમર સમા, હેમતભાઈ ફોન ઉપર ક્રિકેટ મેચના સોદા લખાવી તે અંગે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી ગુનો કરેલ છે. તથા આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગોકુલનગરમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપાયો

જામનગર : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ બળદેવભાઈ કાનાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૧૧–ર૦ર૧ ના ગોકુલનગર આશાપુરા હોટલની સામે, જામનગરમાં આ કામના આરોપી સમીરભાઈ રસીદભાઈ ચંગડા, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

ઈંગ્લીશ દારૂના ચપટાના જથ્થા સાથે ઝડપાયો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વનરાજભાઈ ભગુભાઈ ખવડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૧૧–ર૦ર૧ ના દિ.પ્લોટ–પ૮ જામનગરમાં આ કામના આરોપી ગૌતમભાઈ ઉર્ફે ડાડો મુળજીભાઈ ચાન્દ્રા, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂના ચપટા નંગ–૧૮, કિંમત રૂ.૯૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:54 pm IST)