Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

કચ્છ જીલ્લાના ગાંધીધામથી બાઇકની ચોરી કરનાર ઇસમને પકડી પાડતી જામનગર ઍલસીબી પોલીસ

 (મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૧૧ : જીલ્લાના પોલીસવડા શ્રી દીપન ભદ્રનનાઓની સુચના તથા એલસીબીના પો. ઇન્સ.શ્રી એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા તથા  સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલી઼ગમાં હતા.

આ દરમિયાન સ્ટાફના વનરાજભાઇ મકવાણા  તથા ધાનાભાઇ મોરીને મળેલ બાતમી હકિકત આધારે જામનગર તાલુકાના જાબુડા ગામ પાસેથી આરોપી મનસુરભાઇ  રજાકભાઇ હારૂનભાઇ કકલ રહે. સંચાણા ગામ તા. જી. જામનગર વાળાના કબ્જામાંથી ચોરીમાં ગયેલ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્રો. મો.સા. જી.જે.૧ર.બીકયુ-ર૬૭રનું કિ. રૂ.ર૦૦૦૦નું એએસઆઇ માંડણભાઇ વસરાએ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી પંચકોષીએ પો.સ્ટે.ને સોંપી આપી આગળની તપાસ થવા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનને જાણ કરવા  તજવીજ કરેલ છે.

આ કાર્યવાહીમાં પો. ઇન્સ. શ્રી એસ.એસ. નિનમાની સુચનાથી પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા, પો. સ.ઇ. શ્રી બી.એમ.દવમુરારી,  શ્રી કે.કે.ગોહિલ તથા એલસીબી સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ફીરોજભાઇ દલ, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ  જાડેજા, હીતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:55 pm IST)