Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

રાજકોટ-મોરબી જિલ્લાના હાઈવે ઉપર જીએસટી ફલાઈંગ સ્કવોડની ઝૂંબેશઃ ૮ વાહનો ડીટેઈન

૨૨ લાખની કરચોરી ઝડપાઈઃ સિરામિક-ઘડીયાળ-મશીનરીના વેપારીઓ ઝપટે

રાજકોટ, તા. ૧૧ :. દિવાળીના તહેવારોમાં સ્ટેટ જીએસટીની ફલાઈંગ સ્કવોડે રાજકોટ-મોરબી જિલ્લાના હાઈવે ઉપર ધોંસ બોલાવી જુદા જુદા વેપારીઓના ૮ વાહનો ડીટેઈન દસ્તાવેજો સીઝ કરી દીધા હતા.

ફલાઈંગ સ્કવોડની ૩ ટીમોએ કોટન, સિરામિક, ઘડીયાળ અને મશીનરી પાર્ટસના વેપારીઓના વાહનો ડીટેઈન કરી તપાસ કરતા ઈ-વે બીલ, માલના ખોટા દસ્તાવેજો, અધુરા દસ્તાવેજો જણાતા ૮ વાહનો ડીટેઈન કરી ૨૨ લાખની કરચોરી ઝડપી લીધી હતી. વેપારીઓ દ્વારા પૂરતા દસ્તાવેજ વિના માલની હેરાફેરી થતી હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.

(11:36 am IST)