Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ઉપલેટાના ગણોદમાં ઘરમાં સીડી પરથી લપસી પડતાં ભીખુભાઇ દેત્રોજાનું મોત

રાજકોટ તા. ૧૧: ઉપલેટાના ગણોદ ગામે રહેતાં ભીખુભાઇ નાથાભાઇ દેત્રોજા (ઉ.વ.૪૨) નામના યુવાનનું ઘરમાં સીડી પરથી લપસી પડતાં માથામાં ઇજા થવાથી મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ભીખુભાઇ ગત ૮મીએ સાંજે ઘરમાં સીડી ઉતરી રહ્યો હતો ત્યારે અકસ્માતે લપસી પડતાં માથામાં ગંભીર ઇજા થતાં ઉપલેટા, ધોરાજી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયેલ. અહિ ગત મોડી રાતે મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ જરૂરી કાગળો કરી ઉપલેટા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ભીખુભાઇના છુટાછેડા થઇ ગયા હતાં. તે ચાર ભાઇમાં વચેટ હતો અને છુટક મજૂરી કરતો હતો. બનાવથી કોળી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:27 am IST)