Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

જેતપુર માર્કેટીંગ યાર્ડની ચૂંટણી જયેશભાઇના પ્રયત્નોથી સમરસ ત્રણે પેનલો બીનહરીફ થતા ચૂંટણી ટળી

કોંગ્રેસના પ્રેરીત ઉમેદવારે ફોર્મ પરત ખેંચી ભાજપમાં જોડાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૧ :..  શહેરના ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી યોજાનાર હોય જેમાં ખેડૂત વિભાગ-૧૦, વેપારી વિભાગ-૪, સહકારી ખરીદ-વેચાણ મંડળી વિભાગના ર સભ્યોની ચૂંટણી કરવાની હોય પરંતુ આ વખતે ખેડૂત વિભાગ કે સહકારી વિભાગમાં ભાજપ પ્રેરીત પેનલ સિવાય કોઇ અન્ય વ્યકિતએ ફોર્મ ન ભરતા બિનહરીફ જાહેર થઇ ગયેલ પરંતુ વેપારી વિભાગમાં પરસોતમભાઇ રાદડીયા કે જેવો તાલુકા કોંગ્રેસ પ્રમુખ હોય તેમણે ફોર્મ ભરતા ૪ બેઠક માટે ખોટા ઉમેદવારી નોંધાયેલ જેથી તેમાં ચૂંટણી થવાની શકયતા હોય પરંતુ પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયા  સમજાવટથી માત્ર ઉમેદવારી જ નહિ પરંતુ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપનો ખેંસ ધારણ કરી લેતા યાર્ડની ચૂંટણી સમરસ થઇ ગયેલ અને ફરી ભાજપનો દબદબો યાર્ડ ઉપર રહ્યો છે.

(1:27 pm IST)