Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

જેતપુરમાં ૧.૯ કિલો ગાંજા સાથે સલીમ સમાને રૂરલ એસઓજીએ ઝડપી લીધો

તસ્વીરમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે રૂરલ એસઓજીનો કાફલો નજરે પડે છે.

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૧ :.. જેતપુરના નવાગઢ વિસ્તારમાંથી ૧.૯ કિલોગાંજા સાથે એક શખ્સને રૂરલ એસઓજીએ ઝડપી લીધો હતો.

શહેર-તાલુકામાં નાર્કોટીકસ અંગે કેસ કરવા રેન્જ પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી એસઓજી પી. આઇ. એસ. એમ. જાડેજા, પીએસઆઇ જી. જે. ઝાલાએ સ્ટાફના ઉપેન્દ્રસિંહ જાડેજા, પરવેજભાઇ સમા, વિજયભાઇ ચાવડા, જયવીરસિંહ રાણા, હિતેષભાઇ અગ્રાવત, ધર્મેન્દ્રભાઇ ચાવડા, અમીતભાઇ કનેરીયા, રાજૂભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, નીરાલીબેન વેકરીયા, જયપાલસિંહ જાડેજાને સાથે રાખી પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન બાતમી મળેલ કે અગાઉ એન. ડી. પી. એસ. કેસમાં પકડાયેલ અલીમ સીદીકભાઇ સભા, રહે. ખાટકી વાસ વાળો પોતાના રહેણાંક મકાને ગાંજો રાખી વેચાણ કરતો હોય જે આધારે એસ. ઓ. જી. બ્રાંચે રેડ કરતા ગાંજો ૧ કિલો ૯૦૦ ગ્રામ કિ. રૂ. ૧૯,૦૦૦ નો મળી આવતા પોલીસે સલીમને ગાંજો તેમજ મોબાઇલ ૧ મળી ૧૯,પ૦૦ના મુદામાલ સાથે શહેર પોલીસને સોંપી દેતા પોલીસે એન. ડી. પી. એસ. એકટ ૮ (સી) ર૦ (બી), (ર-બી), મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(12:55 pm IST)