Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

વિજયપુર ગામે કોરોનાં વોરિયર્સ તથા સો ટકા રસીકરણ કરેલ ગામોનાં આગેવાનોનું સન્માન

ફલ્લા તા. ૧૧: વિજયપુર ગામે કોરોનાં સામે લડતા કોરોનાં વોરિયર્સ તેમજ સો ટકા રસીકરણ કરેલ ગામોનાં આગેવાનોનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં વિશિષ્ટ સન્માનીત જામવણથલી મેડીકલ ઓફીસર ડો. સુભાશભાઇ ધમસાણિયા, ધુતારપુર સી.એચ.સી.નાં (CHC) ડો. જૈગીશ વ્યાસ તેમજ પી.એચ.સી. જામવણથલી અને પી.એમ.સી. ધુતારપરમાં ફરજ બજાવતા તમામ સ્ટાફની સન્માનપત્રક દ્વારા પ્રોત્સાહીત કરેલ.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જીલ્લા ભા.જ.પ. અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, જામનગર તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઇ ફાચડા, ઉપપ્રમુખ વિઠલભાઇ માંડવીયા, મુકુન્દભાઇ સભાયા, ગીરીરાજસિંહ જાડેજા, તેજુભા જાડેજા, સંગીતાબેન દુધાગરા, નજીકનાં ગામોનાં આગેવાનો, ગ્રામજનો, ભા.જ.પા.નાં કાર્યકરોી ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કાંતિભાઇ દુધાગરાએ કરેલ.

(12:02 pm IST)