Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

મોરબી ડુપ્લીકેટ રેમડેસીવીર કાંડમાં આરોપી જામીન મુકત

મોરબી, તા.૧૧: રાજયવ્યાપી કૌભાંડમાં ૩૫ આરોપીઓની ધરપકડ બાદ પ્રથમ આરોપીને જામીન મળ્યા છે.

મોરબી પોલીસે કોરોના કાળની બીજી લહેર દરમિયાન જન આરોગ્ય સામે ખતરારૂપ ડુપ્લીકેટ રેમડેસીવીર ઇંજેકશન ધાબડી દેવાનું કૌભાંડ ઝડપી લઇ પોલીસે વારાફરતી એક પછી એક ૩૫ આરોપીઓને ઝડપી લીધા હતા. દરમિયાન આ કૌભાંડમાં કોર્ટેમાં એક આરોપીનો શરતી જામીન પર છુટકારો થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી પોલીસે ડુપ્લીકેટ રેમડેસીવીર પ્રકરણમાં અત્યાર સુધીમાં ૩૫ આરોપીઓને દબોચી લીધા હતા. જયારે આ કેસમાં ૧૪ નંબરના આરોપી મોહનગિરી મધુસુદનગિરી (રહે. વાપી-વલસાડ) ની ડુપ્લીકેટ રેમડેસીવીર ઇંજેકશનમાં સ્ટીકર લગાડવાના ગુન્હામાં પોલીસે ધરપકડ કરી હતી અને આ આરોપીને રિમાન્ડ ઉપર લીધા બાદ કોર્ટના આદેશ મુજબ મોરબી સબજેલમાં ધકેલી દેવાયો હતો. દરમિયાન આ આરોપીએ એડવોકેટ પી.ડી. માનસેતા મારફતે મોરબીની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આથી કોર્ટે દલીલોને માન્ય રાખી મોહનગિરી મધુસુદનગિરીને શરતી જામીન પર છોડવાનો આદેશ આપ્યો હતો.

(11:55 am IST)