Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશ મહોત્સવનો ભવ્યતાથી પ્રારંભ

દરરોજ પૂજન, અર્ચન, ધુન, ભજન, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું કોરોના ગાઇડ લાઇન સાથે આયોજન

પ્રથમ અને બીજી તસ્વીરમાં ગોંડલ, ત્રીજી તથા ચોથી તસ્વીરમાં ભાયાવદર અને પાંચમી તસ્વીરમાં મોટા કોળી સમાજમાં ગણેશ મહોત્સવ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી (ગોંડલ), રમેશ સાંગાણી (ભાયાવદર), દેવાભાઇ રાઠોડ (પ્રભાસ પાટણ)

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે અને કોરોના ગાઇડ લાઇન સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ કેસટ ચોક ભાવનગર આયોજીત ૧૪ માં ગણપતિ (સિધ્ધી) વિનાયક ગણપતી મહોત્સવનો ભાદરવા સુદ ચોથ તા. ૧૦-૯-ર૦ર૧ શુક્રવારે સવારે ૮ વાગે શાસ્ત્રોકત વિધી સાથે ગણેશ દાદાનું સ્થાપન કરાયું છે.

ભાયાવદર

(રમેશ સાંગાણી દ્વારા) ભાયાવદર : ખેતલાદાદા યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ. ખેતલાદાદા યુવક મંડળ દ્વારા દર વરસે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરીએ છીએ. આ વરસે ગણેશજી નારિયેલના છોતરાને માટીથી ચિરાગભાઇ અને નરેન્દ્રભાઇ દ્વારા તૈયાર કરેલ છે. પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ દરિયા કિનારે ને તળાવમાં વિસર્જન કરવાથી જળચર પ્રાણીને નુકસાન કરે છે અને આ મૂર્તિ ઓગળતી નથી તો દરેક લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે તો ઘર આંગણે પાણીમાં વિસર્જન કરીને તુલસીને કયારે રેડી દેવાથી પર્યાવરણને થતું નુકશાનને રોકી શકીએ.

ખેતલાદાદા યુવક મંડળના પ્રમુખ નરેન્દ્રભાઇ ફળદુ દ્વારા દરેક ધર્મપ્રેમી જનતાને અપીલ કરી કે દરેક લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરે ને ઘર આંગણે વિસર્જન કરીને પર્યાવરણને થતું નુકસાન અટકાવીને પ્રકૃતિનું રૂણ ચુકવવું જોઇએ.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ વોર્ડ નંબર પ નગરપાલિકા સદસ્ય સોનલબેન ધડુકના ઘરેથી ગણેશજીની સ્થાપના મોટી બજારમાં કરવામાં આવી ગણપતિદાદાના પ્રોસેસનમાં ગોંડલ નાગરિક બેંક ચેરમેન અશોકભાઇ પીપળીયા, ગોંડલ શહેર ભાજપ ઉપપ્રમુખ કિશોરભાઇ ધડુક, પાલિકા સદસ્ય મનીષભાઇ રૈયાણી તથા ભાજપ ટીમ પ્રવિણભાઇ રૈયાણી, નિલેશભાઇ ધડુક, હિતેશભાઇ શિંગાળા હાજર રહ્યા હતાં.

(11:52 am IST)